શું આવનારા સમયમાં ખાવાના સાંસા પડી જશે? ખેતીવાડીની સ્થિતિ દર્શાવતો એક ચોંકાવનારો રિપોર્ટ
વધતી માનવતા અને તેનાથી પણ ઝડપથી વધી રહેલી તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્ર (Agriculture sector) એ તૈયાર રહેવું જરૂરી છે.
Agriculture News: વધતી માનવતા અને તેનાથી પણ ઝડપથી વધી રહેલી તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્ર (Agriculture sector) એ તૈયાર રહેવું જરૂરી છે. કૃષિએ આપણી જીવનશૈલી બદલી છે. આગામી પેઢી માટે ખાદ્ય ઉત્પાદન માટે કૃષિ ક્ષેત્રને વધુ વિક્સિત કરવાની જરૂરિયાત પડી શકે છે.
આપણી પાસે જીવવા માટે ગણ્યાગાંઠ્યા છોડવાં જ બચ્યા છે. આપણું લગભગ 99% જેટલું કૃષિ ઉત્પાદન ફક્ત 24 વિવિધ ઘરેલુ પાકની પ્રજાતિઓ પર આધારીત છે. ઉત્પાદનના પ્રમાણની દ્રષ્ટિએ, વિશ્વના ટોચના 10 ઘરેલુ પાક મકાઈ, ઘઉં, ચોખા, બટાકા, સુગર બીટ, સોયાબીન, કસાવા, જવ, શક્કરિયા અને ટામેટા છે. એક રિપોર્ટ મુજબ એશિયાની જરૂરિયાતોને પૂરી કરવા માટે સદીના આગામી વર્ષોમાં ભોજન અને જમીન બંનેની મોટા પાયે જરૂરિયાત ઊભી થશે.
વધારવું પડશે અનાજનું ઉત્પાદન
આવતા 25 વર્ષમાં, એશિયામાં ખેડૂતોએ વધતી વસ્તીની માંગને પહોંચી વળવા માટે અનાજની ઉપજમાં 50 થી 75% નો વધારો કરવો પડશે. ખેતી માટેની જમીન અને વસ્તી સમાનરૂપે વહેંચાયેલી હોતી નથી. ખાસ કરીને ચીનમાં જુઓ તો તે વિશ્વની કુલ વસ્તીના 20-25% વસ્તી ધરાવે છે પરંતુ વિશ્વની ખેતી માટેની ફળદ્રુપ જમીનનો માત્ર 7%.ભાગ તે ધરાવે છે. આગામી 40 વર્ષમાં પોતાના ભરણપોષણ માટે, માનવજાતે પ્રારંભિક અવસ્થામાં જે અનાજનું ઉત્પાદન કરતા હતા તેના કરતા વધુ પ્રમાણમાં અનાજનું ઉત્પાદન કરવું પડશે.
New Covid-19 Variant: નવા કોરોના વેરિએન્ટની એન્ટ્રી!, બ્રાઝિલ અને યુકેના રસ્તે ભારતમાં પ્રવેશી ગયો
40 વર્ષ પછી ભોજનની સમસ્યા ઊભી થઈ શકે છે
જો આપણે ઈચ્છતા હોઈએ કે આવનારા 40 વર્ષ સુધીમાં આપણને અનાજની અછત ન ઊભી થાય તો માનવતાની શરૂઆતથી આપણે જેટલું ઉત્પાદન કર્યું છે તેનાથી પણ વધુ ઉત્પાદન કરવાની જરૂર પડશે. જંતુનાશકો વિના તો વિશ્વના 70% પાક નષ્ટ થઈ જશે. હાલના સમયમાં જંતુનાશકોનો વપરાશ થતો હોવા છતાં આપણા વાવેલા પાકનો 42% ભાગ જંતુઓ અને રોગકારક ફૂગ દ્વારા નષ્ટ થઈ જાય છે.
ખાતર પણ ભજવશે મહત્વની ભૂમિકા
ખાતરો ખાદ્ય પાકની ઉપજમાં 1.5 થી 2 ગણો વધારો કરી શકે છે. ખાતરો વિના, ખેડૂતોને તેમને થતા નુકસાનને પહોંચી વળવા માટે વધારાની 400-600 મિલિયન હેક્ટર (988-1,482 મિલિયન એકર) ખેતીની જમીનની જરૂર પડશે. તદુપરાંત, ખાતર ટેક્નોલોજી વગર વર્તમાન ખાદ્ય ઉત્પાદન માટે 2000 મિલિયન હેક્ટર (4,942 મિલિયન એકર) વધારાની જમીન પર ખેતી કરવાની જરૂર પડશે.
Declaimer: બજાર સ્ત્રોત દ્વારા મળેલી માહિતી (Data gathered from Market source)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube