નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને કિસાન નેતાઓની (Farmer Leader) વચ્ચે 11મી વખતની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠક પણ પરિણામ વગરની રહી. કિસાનો અને સરકારની વચ્ચે ત્રણ કૃષિ કાયદા (Agricultural Law) પર મડાગાંઠ અકબંધ છે. બેઠક બાદ પત્રકાર સાથે વાત કરતા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે, આનાથી વધારે અમે કંઈ આપી શક્શું નથી. નવા કૃષિ કાયદામાં કોઈ ખામી નથી. અમે કિસાનોના સન્માનમાં પ્રસ્તાવ આપ્યો હતો. તેઓ હજુ પણ કોઈ નિર્ણય કરી શક્યા નથી. તેમણે મીડિયાના માધ્યમથી કિસાનોને કહ્યું, જો તમે કોઈ નિર્ણય પર પહોંચો છો તો અમને જાણ કરો. તેના પર અમે પણ ચર્ચા કરીશું. જો કે, કૃષિ મંત્રીએ આ પણ કહ્યું કે, આગામી બેઠકની કોઈ તારીખ નક્કી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ કિસાન પોતાની માંગ પર અડગ રહ્યા છે. સરકાર સાથે 11મી વખત ચર્ચા બાદ કિસાન નેતાએ (Farmer Leader) કહ્યું કે, સરકાર દ્વારા જે પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા તે અમને સ્વીકાર નથી. કૃષિ કાયદાને (Agricultural Law) પરત લેવાની વાત સરકારે સ્વીકારી નથી. આગામી બેઠક માટે હાલ કોઈ તારીખ નક્કી કરી નથી.


આ પણ વાંચો:- Covidના કારણે UPSC Exam થી વંચિત છાત્રોને મળશે Extra Attempt? કેન્દ્રએ કહી આ વાત


કિસાનોનો હંગામો
કૃષિ કાયદાને (Agricultural Law) લઇને સરકાર અને કિસાનો વચ્ચે મડાગાંઠ અકબંધ છે. આજે 11મી વખત બેઠક યોજાઈ તે પહેલા વિજ્ઞાન ભવનમાં એક કિસાન નેતાએ હંગામો કર્યો હતો. સ્થળ પર હાજર ZEE News ના પત્રકારના જણાવ્યા અનુસાર, વિજ્ઞાન ભવનમાં (Vigyan Bhawan) એન્ટ્રી સમયે સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવે છે. તે દરમિયાન મીટિંગમાં આવેલા એક કિસાન નેતાએ સિક્યુરિટી ચેકિંગ સમયે પોતાના પર કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ પોતાની જ કારના કાચ તોડ્યા હતા. અવાજ સાંભળી બીકેયૂ અધ્યક્ષ રાકેશ ટિકેત (Rakesh Tikait) સ્થળ પર પહોંચ્યા અને વચ્ચે પડીને બચાવ કર્યો.


આ પણ વાંચો:- Corona Vaccine મામલે મોટી બેદરકારી, બરબાદ થયા 1000 ડોઝ; તપાસના આદેશ


ટ્રેક્ટર પરેડને લઇને શું કહ્યું રાકેશ ટિકેટે?
11મી વખત બેઠક પહેલા કિસાન નેતા રાકેશ ટિકેતે ZEE News સાથે વાત કરી હતી. રાકેશ ટિકેતે કહ્યું કે, રસ્તો સરકાર પાસે છે. જ્યારે સરકાર ઇચ્છે ત્યારે આ સમસ્યાનો હલ નીકળી શકે છે. ચર્ચાથી કિસાનોને કોઈ મુશ્કેલી નથી. 26 જાન્યુઆરી પરેડને લઇને ટિકેતે કહ્યું, અમે તો સરકારને 26 જાન્યુઆરીને લઇને કંઈપણ કહ્યું નથી. પોલીસની સાથે આજે પણ વાત થશે. ટિકેતે ફરી એકવાર કહ્યું કે, અમે રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી જરૂર કરીશું. કૃષિ મંત્રીની સાથે બેઠકના મુદ્દાને લઇને કહ્યું કે, બીલ પરત અને MSP સિવાય કોઈ વાત થશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube