MS Swaminathan Report: 2010માં UPAએ ઘસીને ના પાડી હતી, હવે રાહુલ ગાંધીનું વચન- કોંગ્રેસ આપશે MSPની કાનૂની ગેરંટી
મંગળવારે જ્યારે ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા હતા ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું કે સત્તામાં આવશે તો MSP ને કાનૂની જામો પહેરાવી દેશે એટલે કે કાનૂની અધિકાર બનાવી દેવાશે. રાહુલે સ્વામીનાથન આયોગની ભલામણો જે રીતે લાગૂ કરવાની વાત કરી તે જાણીને આશ્ચર્ય તો થાય કારણ કે 2010માં જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું UPA સત્તામાં હતું ત્યારે સરકારે સ્વામીનાથન આયોગના સૂચવેલા ફોર્મ્યૂલાથી MSP નક્કી કરવાનો ઈન્કાર કર્યો હતો.
પંજાબના ગામડાઓથી દિલ્હી કૂચ કરવા નીકળેલા ખેડૂતો હરિયાણાની સરહદો પર ડટેલા છે અને તેઓ દિલ્હીમાં એન્ટ્રી કરવાની કોશિશમાં લાગ્યા છે. જ્યારે પોલીસ તેમને આગળ વધતા રોકવાના પ્રયત્નો કરી રહી છે. ખેડૂતોની જે માંગણીઓ છે તેમાં એમએસપી પર સ્વામીનાથન આયોગના રિપોર્ટને લાગૂ કરવાની કરવાની માંગણી પણ છે. તેઓ ઈચ્છે છે કે આયોગે સૂચવેલા ફોર્મ્યૂલાથી MSP નક્કી કરવામાં આવે. મંગળવારે જ્યારે ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા હતા ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું કે સત્તામાં આવશે તો MSP ને કાનૂની જામો પહેરાવી દેશે એટલે કે કાનૂની અધિકાર બનાવી દેવાશે. રાહુલે સ્વામીનાથન આયોગની ભલામણો જે રીતે લાગૂ કરવાની વાત કરી તે જાણીને આશ્ચર્ય તો થાય કારણ કે 2010માં જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું UPA સત્તામાં હતું ત્યારે સરકારે સ્વામીનાથન આયોગના સૂચવેલા ફોર્મ્યૂલાથી MSP નક્કી કરવાનો ઈન્કાર કર્યો હતો. રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં તત્કાલિન કૃષિ મંત્રી કે વી થોમસે કહ્યું હતું કે આમ કરવાથી બજારની સૂરત બગડી શકે છે.
2010માં સ્વામીનાથન આયોગની ભલામણ પર શું કહ્યું હતું સરકારે?
ભાજપના પ્રકાશ જાવડેકરે એપ્રિલ 2010માં તત્કાલિન UPA સરકારને રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો. જાવડેકર જાણવા માંગતા હતા કે શું સરકારે કિસાનોને ચૂકવણી માટે સ્વામીનાથન આયોગની ભલામણો સ્વીકારી લીધી છે? જેનો સદનમાં જવાબ થોમસે આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે "પ્રોફેસર એમ એસ સ્વામીનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કિસાન આયોગે ભલામણ કરી છે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ઉત્પાદનની વેઈટેડ એવરેજ કોસ્ટથી ઓછામાં ઓછું 50 ટકાથી વધુ હોવું જોઈએ. જો કે આ ભલામણ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નહીં કારણ કે એમએસપીની ભલામણ ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા અને પ્રાસંગિક પરિબળોને ધ્યાનમાં રાખીને કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીસ (CACP) દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે આ ભલામણોને માનવાનો અર્થ હશે કે બજારોને તબાહ કરી દેવા. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે એમએસપી અને ઉત્પાદન ખર્ચને ટેક્નિકલ આધાર પર જોડવા અનેક મામલાઓમાં ઉલ્ટી અસર પણ પાડી શકે છે.'
ક્યારે બની હતી કમિટી?
અત્રે જણાવવાનું કે MS સ્વામીનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કિસાન આયોગની રચના 18 નવેમ્બર 2004ના રોજ કરવામાં આવી હતી. કમિટીએ પોતાનો અંતિમ રિપોર્ટ ઓક્ટોબર 2006માં સરકારને સોંપ્યો હતો.
એમએસપીનો ફોર્મ્યૂલા
સરકાર હાલ A2+FL ફોર્મ્યૂલાની મદદથી MSP નક્કી કરે છે. જેમાં બીજ, ખાતર, મજૂરી, સિંચાઈ જેવા કેશ ખર્ચાની સાથે સાથે કિસાન પરિવારના સભ્યોની મહેનતનો અંદાજિત ખર્ચ જોડવામાં આવે છે. બધુ જોડીને ખર્ચથી ઓછામાં ઓછા 1.5 ગણો વધુ MSP નક્કી કરવામાં આવે છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube