Farmers Protest સાથે જોડાયેલા તત્વોએ બનાવ્યો ખતરનાક Ransomware, તમારા ફોનનો ડેટા કરી શકે છે લોક
સાઇબર સિક્યોરિટી કંપની સાઇબલ (Cyble) અને એન્ટી વાયરસ કંપની ક્વિક હીલ (Quick-Heal) એ રિસર્ચ રિપોર્ટ જાહેર કરવાનો દાવો કર્યો કે ખેડૂત આંદોલનથી જોડાયેલા તત્વ સામાન્ય ભારતીયોના ફોનને બંધક બનાવવાનું કાવતરું રચી રહ્યા છે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (New Agriculture Laws) ના વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે જોદાયેલા તત્વોએ એક એવો ખતરનાક વાયરસ (Ransomware) તૈયાર કર્યો છે, જે તમારા ફોનમાં ઘૂસીને તમારા જરૂરી ડેટાને લોક કરી દેશે. સાઇબર એક્સપર્ટ્સ (Cyber Experts) ની રિસર્ચમાં એ દાવો કર્યો છે. હેકરોનું કહેવું છે કે જો ત્રણેય કૃષિ કાયદો પરત લીધો નહી તો મહત્વપૂર્ણ ડેટા પણ ક્યારેય પરત નહી આવે.
સામાન્ય લોકોના ફોન પર કબજાનો પ્લાન
ખેડૂતો દ્રારા 109 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડરો સીલ કર્યા બાદ હવે એવા સમાચાર છે કે સામાન્ય ભારતીયોના મોબાઇલ અને લેપટોપની જરૂરી ફાઇલ્સને બંધ બનાવવાનું કાવતરૂ ચાલી રહ્યું છે. સાઇબર સિક્યોરિટી કંપની સાઇબલ (Cyble) અને એન્ટી વાયરસ કંપની ક્વિક હીલ (Quick-Heal) એ રિસર્ચ રિપોર્ટ જાહેર કરવાનો દાવો કર્યો કે ખેડૂત આંદોલનથી જોડાયેલા તત્વ સામાન્ય ભારતીયોના ફોનને બંધક બનાવવાનું કાવતરું રચી રહ્યા છે.
Viral Video: છીં..છીં..છીં...Railway Station પર પીવડાવવામાં આવતું હતું Toilet ના નળનું પાણી
રેસમવેર દ્રારા હેક થઇ જશે ફોન
પોતાના રિસર્ચ રિપોર્ટમાં સાઇબલ સિક્યોરિટીઝ (Cyble Securities) અને ક્વિક હીલ (Quick-Heal) એન્ટીવાયરસે દાવો કર્યો છે કે ભારતમાં 100 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે જોડાયેલા હેકર્સએ (સર્બલોહ) Sarbloh નામનો રેંસમવેયર (Ransomware) બનાવ્યો છે, જે તમારા ફોનમાં ઘૂસીને તમારા ડેટા જેમકે- ઓડિયો, વીડિયો, પીડીએફ, ફાઇલ્સ જેવા જરૂરી દસ્તાવેજોને લોક કરી દે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube