• ખેડૂતોના પ્રદર્શનને રોકવા માટે સિંધુ બોર્ડર પર કાંટાળા તાર લગાવીને બેરેકિડંગ કરવામાં આવી છે.

  • દિલ્હી પોલીસે આ બોર્ડરને સીલ કરીને ત્યાં પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દીધું છે


નવી દિલ્હી/બ્યૂરો :ખેડૂત બિલની વિરુદ્ધ પંજાબ-હરિયાણાના ખેડૂતોએ હલ્લાબોલ (Farmers protest) ચાલુ રાખ્યું છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર એકઠા થઈ રહ્યાં છે. આ કારણે સરકારનુ ટેન્શન પણ વધી ગયું છે. ખેડૂતોને દિલ્હી (Delhi) કૂચ કરતા રોકવા માટે પણ ભરપૂર તૈયારી કરી લેવાઈ છે. દિલ્હીની તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. આ વચ્ચે પંજાબ-હરિયાણાના ખેડૂતોની સાથે ભારતીય કિસાન યુનિયિન પણ પ્રદર્શન કરશે. યુપીના તમામ નેશનલ હાઈવે પર ચક્કાજામની જાહેરાત કરવામા આવી છે. એમએસપીનો કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : રાજકોટ હોસ્પિટલની આગમાં 3 દર્દીઓને બેડ પર જ દર્દનાક મોત મળ્યું  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી તરફ વધી રહ્યાં છે હજારો ખેડૂતો 
ખેડૂતોના પ્રદર્શનને રોકવા માટે સિંધુ બોર્ડર પર કાંટાળા તાર લગાવીને બેરેકિડંગ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ બોર્ડરને સીલ કરીને ત્યાં પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દીધું છે. દિલ્હીથી હરિયાણા અને હરિયાણાથી દિલ્હી જતા રોકવા માટે બંને તરફના રસ્તા બંધ કરી દેવાયા છે. તો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ કૃષિ કાયદાના વિરોધમાં લઈને હજારોની સંખ્યામાં પંજાબ અને હરિયાણાના ખેડૂત પોતપોતાના વિસ્તારમાંથી નીકળીને સતત દિલ્હી તરફ આગળ વધી રહ્યાં છે. હાલ ખેડૂતો પાનીપત નેશનલ હાઈવે પર ટોલની પાસે ધરણા પર બેસ્યા છે. આજે આ ખેડૂતો દિલ્હી તરફ રવાના થશે. 


આ પણ વાંચો : મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 દર્દી આગમાં હોમાયા 



આજે વધી શકે છે દિલ્હીવાળાઓની મુશ્કેલી
દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલન આજે મોટુ સ્વરૂપ લઈ શકે છે. આવામાં દિલ્હીના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીમાં મેટ્રો સેવાઓ પર ખેડૂત આંદોલનની અસર જોવા મળી છે. DMRC એ સૂચના જાહેર કરીને કહ્યું કે, કોઈ પણ મેટ્રો દિલ્હીની બોર્ડરથી બહાર નહિ નીકળે. મેટ્રોની તમામ સેવાઓ દિલ્હીની અંદરવાળા સ્ટેશન સુધી મર્યાદિત કરાઈ છે.



આજે સિંધુ બોર્ડર અને ગુરુગ્રામ બોર્ડરથી દૂર રહેવુ
આવામાં દિલ્હી-એનસીઆરના લોકોએ એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાથી દૂર રહેવું. તેમજ લોકોને ઓટો-ટેક્સી, બસ કે પછી અંગત વાહનો પર નિર્ભર રહેવુ પડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ખેડૂત આંદોલનને પગલે આજે પણ સિંધુ બોર્ડર અને ગુરુગ્રામ બોર્ડર પર ટ્રાફિક જામની સ્થિતિ બની શકે છે. આવામાં લોકોએ આ રસ્તા પરથી જવાનું ટાળવુ જોઈએ.