Farmers Protest: દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોનો જમાવડો થયો છે. 7 રાજ્યોના લગભગ 40 હજાર 'અન્નદાતા' સરકાર પાસે પોતાની માંગણી મનાવવા માટે 'કિસાન ગર્જના રેલી'માં પહોંચ્યા છે. પ્રદર્શનનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (BKS) એ કર્યું છે. રેલી દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતાઓએ એક નોટ જારી કરીને કહ્યું કે જો સરકારે સમયસર ખેડૂતોની માંગણીઓ ન માની તો તેણે પરેશાનીનો સામનો કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદર્શનમાં સામેલ થવા માટે મધ્ય પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ગુજરાતથી પણ ખેડૂતો પહોંચ્યા છે. આ ખેડૂતોની માંગણી છે કે પાકના દાવ ખર્ચના આધારે નક્કી કરવામાં આવે. આ સાથે જ કિસાન સન્માન નિધિમાં પર્યાપ્ત વધારા સાથે જ કિસાન કૃષિ સાથે જોડાયેલા તમામ સામાન પર જીએસટી ખતમ કરવાની માંગણી પણ કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે પોતાના પાકનું મૂલ્ય નક્કી કરવાનો ખેડૂતોને હક હોવો જોઈએ. 


ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે સરકાર પાસે તો પહેલેથી જ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોનો ડેટા છે. જેના આધાર પર જ ખેડૂતોને કારોબારી બનવા માટે લાઈસન્સ આપવું જોઈએ. આ માટે અલગથી કોઈ સર્ટિફિકિેટની જરૂર ન હોવી જોઈએ. બીકેએસની કાર્યકારી સમિતિના સભ્ય નાના આખરેએ કહ્યું કે જે ખેડૂતો દેશને અનાજ, શાકભાજી, ફળ, દૂધ વગેરે પ્રદાન કરે છે, આજે પોતાની કૃષિ ઉપજ પર યોગ્ય લાભ ન મળવાના કારણે ખુબ નિરાશ છે અને તેના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube