West Bengal: એકવાર કોરોના રસીકરણનું કામ પૂરું થાય પછી CAA લાગુ કરીશું- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ (West Bengal) માં માતુઆ સમુદાય સહિત સીએએ હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા એકવાર કોવિડ 19 રસીકરણ સમાપ્ત થાય પછી શરૂ કરવામાં આવશે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ઉપર પણ જય શ્રી રામના નારા લગાવવાની મંજૂરી ન આપવાને લઈને ખુબ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો કોઈ બંગાળમાં રાજનીતિક સ્લોગન તરીકે જય શ્રીરામના નારા લગાવે તો મમતા દીદી નારાજ થઈ જાય છે. તેમણે કહ્યું કે જય શ્રીરામના નારા લગાવનારા લોકો સાથે બેનરજી અપરાધીઓ જેવો વ્યવહાર કરે છે. આ બાજુ ઠાકુરનગરમાં આયોજિત એક અન્ય રેલીમાં શાહે કહ્યું કે અમે કોવિડ 19 રસીકરણ ખતમ થયા બાદ સીએએ હેઠળ શરણાર્થીઓને નાગરિકતા આપવાની શરૂઆત કરશે. ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે દિલ્હી (Delhi) માં થયેલી હિંસા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પહેલીવાર નિવેદન આપ્યું છે. દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોની 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર ઉપદ્રવ મચ્યો હતો. જેને લઈને અમિત શાહે ગુરુવારે કહ્યું કે આ અંગે દિલ્હી પોલીસે ખુબ જ સંયમનો પરિચય આપ્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ (West Bengal) માં માતુઆ સમુદાય સહિત સીએએ હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા એકવાર કોવિડ 19 રસીકરણ સમાપ્ત થાય પછી શરૂ કરવામાં આવશે. તેમણે વિપક્ષ પર અલ્પસંખ્યક સમુદાયને સંશોધિત નાગરિકતા કાયદા પર ભ્રમિત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેને લાગુ કરવાથી ભારતીય અલ્પસંખ્યકોની નાગરિકતા પર કોઈ અસર પડશે નહીં.
Ladakh માં ભારત-ચીન સરહદે કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહે રાજ્યસભામાં આપી જાણકારી
શાહે કહ્યું કે મોદી સરકારે 2018માં વચન આપ્યું હતું કે તેઓ નવો નાગરિકતા કાયદો લાવશે અને 2019માં ભાજપ સત્તામાં આવતા જ તે વચન પૂરું કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે 2020માં કોવિડ-19 મહામારીના કારણે તેને લાગુ કરી શકાયો નહી.
અમારી સરકાર મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલે છે, જે આપણને પ્રેમ અને કરુણાના પાઠ ભણાવે છે- PM મોદી
તેમણે કહ્યું કે 'મમતાદીદીએ કહ્યું કે અમે ખોટું વચન આપ્યું. તેમણે સીએએનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો.' તેઓ કહે છે કે 'તેઓ ક્યારેય લાગુ કરવા દેશે નહી. ભાજપ હંમેશા પોતાના વચન પૂરા કરે છે. અમે આ કાયદાને લઈને આવ્યા છીએ અને શરણાર્થીઓને નાગરિકતા મળશે.'
તેમણે માતુઆ સમુદાયના ગઢમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જેવી કોવિડ રસીકરણની પ્રક્રિયા ખતમ થશે કે સીએએ હેઠળ નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. માતુઆ મૂળ રીતે પૂર્વ પાકિસ્તાનના નબળા તબક્કાના હિન્દુઓ છે જે ભાગલા બાદ અને બાંગ્લાદેશના નિર્માણ બાદ ભારત આવી ગયા. તેમાથી અનેકને ભારતીય નાગરિકતા મળી ગઈ છે પરંતુ મોટી વસ્તીને હજુ સુધી નાગરિકતા મળી નથી. શાહે કહ્યું કે બેનરજી સીએએ લાગુ કરવાના વિરોધ કરવાની સ્થિતિમાં નહી હોય કારણ કે વિધાનસભા ચૂંટણી બાદ તેઓ મુખ્યમંત્રી નહીં હોય.
Maharashtra: સરકાર vs રાજ્યપાલ, Bhagat Singh Koshyari ને સરકારી વિમાનમાંથી ઉતારી મૂક્યા
દિલ્હી (Delhi) હિંસા પર ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે અમે નહતા ઈચ્છતા કે ખેડૂતોનું આંદોલન (Farmers Protest) રક્તરંજિત થાય. અમારી ખેડૂત નેતાઓ સાથે ટ્રેક્ટર રેલી અંગે પૂરેપૂરી ચર્ચા થઈ હતી પણ તેમણે વચન તોડ્યું. અમિત શાહ હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લાલ કિલ્લા પર કેવી રીતે ઉપદ્રવીઓ ચડી ગયા. તો તેમણે કહ્યું કે દિલ્હી પોલીસે ખુબ સંયમ વર્ત્યો અને ઉપદ્રવ કરનારા પર ગોળીઓ ચલાવી નહી. લાઠીચાર્જ વગેરે વગેરે દ્વારા તેમને નિયંત્રિત કરવામાં આવ્યાં અને અઢી કલાકની અંદર સમગ્ર દિલ્હીને ખાલી કરવામાં આવી. શાહે કહ્યું કે દરેજ જણ કહે છે કે જે લોકો લાલ કિલ્લા પર ચડ્યા હતા તેઓ ખેડૂતો ન હોઈ શકે. અત્રે જણાવવાનું કે 26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસે પરેડ બાદ ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી હતી. આ દરમિયાન લાલ કિલ્લા સહિત અનેક જગ્યાઓ પર ઉપદ્રવ થયા હતા. આ હિંસામાં દિલ્હી પોલીસના અનેક જવાનો ઘાયલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube