નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (New Farm Law) સામે લગભગ છેલ્લા 3 મહિનાથી દિલ્હીના ગાઝિપુર બોર્ડર (Ghazipur Border) પર આંદોલન (Farmers Protest) કરી રહેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) ફરી એકવાર સરકારને ધમકી આપી છે. ટિકૈતે કહ્યું કે, સરકારે તેમને રોકવા માટે રસ્તાઓ પર ખીલ્લા લગાવ્યા છે. તેઓ દરેક ખીલ્લાને હટાવ્યા વગર પાછા નહીં જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારા કાર્યકર્તા પણ ડંડા લઇને ચાલશે- ટિકૈત
રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે, RSS વાળા ડંડા લઇને ચાલે છે તો અમારા કાર્યકર્તા પણ ડંડા લઇને ચાલશે. જ્યાં સુધી સરકાર તેમના RSS કાર્યકર્તાઓને નહીં રોકે, ત્યાં સુધી અમારા કાર્યકર્તા પણ લાકડી- ડંડાથી સજ્જ રહેશે. તેમણે તેમના કાર્યકર્તાઓને સમજાવ્યા કે તેઓ (સરકાર) કોઇપણ અફવા ફેલાવી શકે છે પરંતુ તેમની વાતમાં આવવાનું નથી.


આ પણ વાંચો:- રાહુલ ગાંધીએ પેંગોંગ લેક ડિસએંગેજમેન્ટ પર ઉઠાવ્યો સવાલ, રક્ષા મંત્રાલયે આપ્યો જવાબ


રાકેશ ટિકૈતના રડવાથી ગાઝિપુર બોર્ડર પર વધી ભીડ
ટિકૈતે (Rakesh Tikait) ધમકી આપી છે કે, આંદોલન (Farmers Protest) ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી ભારત સરકાર આ કાયદાને પરત નહીં લે. તમને જણાવી દઇએ કે, શરૂઆતના બે મહિનામાં આંદોલનનું પ્રમુખ કેન્દ્ર દિલ્હીની સિંધુ બોર્ડર રહી. પરંતુ 26 જાન્યુઆરીની હિંસા બાદ જ્યારે સરકારે પ્રદર્શનકારીઓ પર ગાળ્યો કસ્યો તો 28 જાન્યુઆરીના રાકેશ ટિકૈત ગાઝિપુર બોર્ડર (Ghazipur Border) પોતાના ઘરમાં રડવા લાગ્યા. તેમણે કહ્યું કે, સરકાર તેમને મારવાનો પ્લાન કરી રહી છે.


આ પણ વાંચો:- Tamil Nadu માં મોટી દૂર્ઘટના, ફટાકડા ફેક્ટરીમાં આગથી 11 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ


કિસાન આંદોલનના નવા 'પોસ્ટર બોય' બન્યા રાકેશ ટિકૈત
ટિકૈતેના (Rakesh Tikait) રડવાથી આંદોલનનો તમામ ફોકસ ગાઝિપુર બોર્ડર પર શિફ્ટ થઈ ગયો. વિવિધ દળના નેતા ગાઝિપુર બોર્ડર (Ghazipur Border) પહોંચી ટિકૈતને પોતાનું સમર્થન આપી રહ્યાં છે. ત્યારે મોદી સરકારથી નારાજ રહેતા તમામ વિરોધી પણ ગાઝિપુર બોર્ડર પહોંચી ટિકૈતને સમર્થન આપી રહ્યા છે. આંદોલનના નવા 'પોસ્ટર બોય' બનેલા રાકેશ ટિકૈત હવે દરરોજ સરકારને નવી નવી ધમકીઓ આપી શક્તિ દેખળવામાં લાગ્યા છે.


આ પણ વાંચો:- ભારત 7 મિલિયનથી વધારે લોકોનું સૌથી ઝડપથી રસીકરણ કરનારો દેશ


ટિકૈતની 'અવિશ્વસનીય' સંપત્તિ પર ઉભા થઈ રહ્યા છે સવાલ
આ વચ્ચે તેની સંપત્તિ પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 13 રાજ્યોમાં તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. તેમાં શો રૂમ, પેટ્રોલ પમ્પ, ફેક્ટરીઓ અને હજારો વિઘા જમીન સામેલ છે. તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. શુક્રવારે જ્યારે તેમને આ વિશે એક સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે એ કહીને મોકૂફ રાખ્યું કે તેમની મિલકત દરેક રાજ્યમાં છે. દેશના તમામ ખેડૂતોની સંપત્તિ તેમની સંપત્તિ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube