નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન વચ્ચે વિપક્ષો દળોનું એક પ્રતિનિધિમંડળે બુધવારે રામનાથ કોવિંદ સાથે મુકાલાત કરી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત વિપક્ષના 5 નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ એક સુરમાં કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની વાતને સમજે.  


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોએ દેશનો પાયો નાખ્યો છે. તે દિવસ રાત કામ કરે છે. આ કાયદો ખેડૂતોના હિતમાં નથી. ત્રણેય બિલ સંસદમાં ચર્ચા વિના પાસ કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોની શક્તિ સામે કોઇ ઉભું રહી શકે નહી. હિંદુસ્તાનનો ખેડૂત હટશે નહી, ડરશે નહી. જ્યાં સુધી કાયદો રદ નહી ત્યાં સુધી તે અડગ રહેશે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube