ખેડૂતોની સરકાર સાથેની બેઠકનું કોઈ પરિણામ નહીં, દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે કિસાનો
ચંડીગઢમાં સોમવારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જૂન મુંડા સાથે ખેડૂત સંગઠનોની બેઠક સાડા પાંચ કલાક ચાલી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે તેમની દિલ્હી કૂચ ચાલુ રહેશે.
ચંડીગઢમાં સોમવારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જૂન મુંડા સાથે ખેડૂત સંગઠનોની બેઠક સાડા પાંચ કલાક ચાલી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે તેમની દિલ્હી કૂચ ચાલુ રહેશે. ખેડૂતો એમએસપી પર કોઈ પણ કિંમતે સમાધાન કરવા તૈયાર નથી. ખેડૂતોની કહેવું છે કે સરકાર તેમની માંગણી પર ગંભીર નથી.
ખેડૂત આંદોલનની 10 મહત્વની વાતો
1. ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓની વાતચીત નિષ્ફળ
2. MSP ગેરંટી પર કાયદો બનાવવા મુદ્દે સહમતિ ન બની.
3. સરકારનો MSP પર કમિટીનો પ્રસ્તાવ
4. ખેડૂતોની દિલ્હી તરફ કૂચની જાહેરાત
5. 2500 ટ્રેક્ટર સાથે દિલ્હી આવી રહ્યા છે ખેડૂતો
6. પંજાબ હરિયાણા અને દિલ્હીની બોર્ડર સીલ
7. દિલ્હીની સરહદો પર ભારે પોલીસફોર્સ તૈનાત
8. બેરિકેડિંગ, ફેસિંગ અને ખિલ્લા બીછાવવામાં આવ્યા.
9. ટ્રાફિક પોલીસે અનેક જગ્યાએ રૂટ ડાયવર્ટ કર્યા.
10. દિલ્હીમાં પહેલેથી જ કલમ 144 લાગૂ
ખેડૂતોની માંગણી
- MSP પર કાયદો બનાવવામાં આવે.
- પરાલી બાળવા મુદ્દે દંડ ખતમ કરવામાં આવે.
- વીજળી એક્ટ 2020 રદ થાય
- ખેડૂતો અને કૃષિ મજૂરોને પેન્શન
- આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચાય
હાઈકોર્ટ પહોંચ્યો મામલો
ખેડૂતો આંદોલનનો મામલો હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પહોંચી ગયો છે. બોર્ડર બંધ થવા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. જેના પર આજે સુનાવણી થઈ શકે છે. ખેડૂતોની દિલ્હી કૂચને લઈને હરિયાણા પ્રશાસન અલર્ટ છે. બેરિકેડિંગ કરીને બોર્ડર સીલ કરાઈ છે. રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. બોર્ડર પર મોક ડ્રિક કરવામાં આવી રહી છે. જેથી કરીને સ્થિતિને પહોંચી શકાય. હરિયાણાના અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે.
હરિયાણા સરકારના આ નિર્ણય વિરુદ્ધ ખેડૂતોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઉદય પ્રતાપ સિંહ નામના એક વકીલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં હરિયાણા અને પંજાબ સહિત કેન્દ્ર સરકારને પાર્ટી બનાવવામાં આવી છે. અરજીમાં તેમણે ખેડૂતોના વિરોધ પ્રદર્શન વિરુદ્ધ કરાયેલી તમામ કાર્યવાહીઓ પર રોક લગાવવા માટે નિર્દેશ આપવાની અપીલ કરી છે.
અરજીમાં કહેવાયું છે કે તેનાથી ખેડૂતોના અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સામાન્ય લોકોને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube