નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા ખેડ઼ૂત સંસદની શરૂઆત થઈ છે. ખેડૂત સંગઠનોના જણાવ્યાં મુજબ જ્યાં સુધી સંસદમાં ચોમાસુ સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ રોજ અહીં આ રીતે ખેડૂત સંસદ ચલાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડ઼ૂતોની સંસદ પણ શરૂ, 3 સ્પીકર બનાવ્યા
ખેડૂત નેતા શિવકુમારના જણાવ્યાં મુજબ ખેડૂત સંસદમાં ત્રણ સ્પીકર બનાવવામાં આવ્યા છે. ત્રણ ડેપ્યુટી સ્પીકર બનાવ્યા છે. દરેકને 90 મિનિટનો સમય મળ્યો છે. એક સ્પીકર સાથે એક ડેપ્યુટી સ્પીકર હાજર રહેશે. 


લોકસભાની કાર્યવાહી પણ 4 વાગ્યા સુધી સ્થગિત
હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી પણ 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. 


રાજ્યસભામાં આઈટી મંત્રીને બોલવા ન દેવાયા
રાજ્યસભાની કાર્યવાહી 2 વાગે ફરીથી ચાલુ થઈ. કેન્દ્રીય ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપવાના હતા. પરંતુ જેવું તેમણે બોલવાનું શરૂ કર્યું કે વિપક્ષી સાંસદોએ જાસૂસી બંધ કરોના નારા લગાવવાના શરૂ કરી દીધા. ઉપસભાપતિ હરિવંશે કાલે 11 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી. 


ખેડૂતો પોતાની સંસદ ચલાવશે
ખેડૂતો જંતર મંતર પહોંચ્યા છે. ખેડૂતોની સંસદ પણ શરૂ થઈ ગઈ છે.  ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો પોતાની સંસદ ચલાવશે. સદનમાં ખેડૂતો માટે અવાજ નહીં ઉઠાવવા બદલ સંસદ સભ્યોની તેમના મતવિસ્તારોમાં આલોચના કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube