નવી દિલ્હી: ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ આંદોલનકારી કિસાનના સૂર થોડા નરમ પડ્યા છે. કિસાન નેતાઓએ વાતચીતની સરકારની રજૂઆતને શનિવારના સ્વીકાર કર્યો છે. કિસાન નેતાઓ તરફથી પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરવામાં આવી છે. કિસાન નેતાઓએ સરકાર સાથેની વાતચીત માટે 29 ડિસેમ્બરના સવારે 11 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. જગ્યા દિલ્હીનું વિજ્ઞાન ભવન હશે. આ પહેલા સરકારે કિસાનો સાથે વાતચીતની અપીલ કરતા તેમને પોતાની પસંદનો સમય અને જગ્યા નક્કી કરવા કહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- J&K ને  મળી મફત સારવારની ભેટ, PM મોદી લોન્ચ કરી આયુષ્માન ભારત યોજના


કૃષિ કાયદાનો વિરોધ છેલ્લા એક મહિનાથી દિલ્હીની અલગ અલગ બોર્ડર પર હજારો કિસાન આંદોલન કરી રહ્યાં છે. શનિવારના કિસાન નેતાઓની પ્રેસ કોન્ફરન્સમાં સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું, અમે કેન્દ્ર સરકાર સાથે 29 ડિસેમ્બરના સવારે 11 વાગ્યા વધુ એક વાતચીત માટે બેઠકનો પ્રસ્તાવ રાખીએ છે.


યાદવે જણાવ્યું કે, વાતચીતના અમારા એજન્ડામાં પહેલા બે બિંદુ છે. ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની તારીખ અને બીજો પોઈન્ટ એ છે કે, ન્યૂનતમ સમર્થન મૂલ્યના કાયદાની ગેરેન્ટી આપવા માટે કાયદો લાવો. આ પહેલા સરકાર અને કિસાનો વચ્ચે થયેલી વાતચીત નિષ્ફળ રહી હતી.


આ પણ વાંચો:- Love Jihad બિલના ડ્રાફ્ટ પર શિવરાજ કેબિનેટની મહોર, 10 વર્ષ સુધી સજાની છે જોગવાઇ


બીજી તરફ ક્રાંતિકારી કિસાન યૂનિયનના નેતા દર્શન પાલે જાહેરાત રી છે કે, 30 ડિસેમ્બર એટલે કે પ્રસ્તાવિત વાતચીતના બીજા દિવસે કિસાન ટ્રેક્ટર માર્ચ કાઢશે. તેમણે કહ્યું કે, પંજાબ અને હરિયાણામાં ટોલ પ્લાઝા સ્થાય  રીતે ખુલ્લા રહશે. 30 ડિસેમ્બરના સિંધુ બોર્ડરથી ખેડૂત ટ્રેક્ટર માર્ચ નીકાળશે. દર્શન સિંહએ કહ્યું કે, કૃષિ કાયદાની સામે 30 ડિસેમ્બરના કુંડલી-માનેસર-પલવલ હાઈવે પર કિસાન ટ્રેક્ટર માર્ચ કાઢશે. તેમણે દિલ્હી અને દેશના અન્ય ભાગમાં લોકોને પ્રદર્શનકારી કિસાનોની સાથે નવા વર્ષને ઉજવવાની અપીલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube