Farmers Protest: ખેડૂતોએ સરકારને ચેતવી- `આગ સાથે ન રમો`, પછી કાયદામાં સુધારાના પ્રસ્તાવને નકાર્યો
સિંધુ બોર્ડર પર `સંયુક્ત ખેડૂત મોરચા` હેઠળ તમામ સંગઠનો વચ્ચે ચાલી રહેલી લાંબી બેઠક બાદ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે જાણીજોઇને સરકાર આ મુદ્દો લટકાવવા માંગે છે અને ખેડૂતોનું મનોબળ તોડવા માંગે છે.
નવી દિલ્હી: 28મા દિવસે પણ ખેડૂતોનું આંદોલન (Farmers Protest)ચાલુ છે. ફરી એકવાર વાતચીતનો પ્રયત્ન ફેલ થઇ ગયો છે. ખેડૂતોએ સરકારના નવા કૃષિ કાયદા (New Farm Laws)માં ફેરફારના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. સરકાર કહી રહી છે કે તે કાયદાને પરત લેશે નહી તો ખેડૂત પોતાની માંગ પર અડગ છે. ખેડૂતોએ ફરી એકવાર કહ્યું કે સરકાર જ્યાં સુધી કાયદો પરત લેશે નહી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ નિર્ણય સિંધુ બોર્ડર પર 40 ખેડૂત સંગઠનોની બેઠકમાં લેવામાં આવ્યો.
સરકારને ચેતાવણી
સિંધુ બોર્ડર પર 'સંયુક્ત ખેડૂત મોરચા' હેઠળ તમામ સંગઠનો વચ્ચે ચાલી રહેલી લાંબી બેઠક બાદ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે જાણીજોઇને સરકાર આ મુદ્દો લટકાવવા માંગે છે અને ખેડૂતોનું મનોબળ તોડવા માંગે છે પરંતુ અમે ફેરફાર માટે તૈયાર નહ્તી. તેમણે સરકારને ચેતાવણી આપતાં કહ્યું કે સરકાર આગ સાથે રમી રહી છે તેના પરિણામ જોવા મળી શકે છે. તો બીજી તરફ ખેડૂત નેતા શિવકુમાર કાકાએ કહ્યું કે આ કાયદામાં સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર કોર્પોરેટને ખેતીમાં પ્રવેશ કરાવવા માંગે છે.
PM kisan samman nidhi ના હેઠળ ખાતામાં પૈસા આવશે કે નહી, આ જ આ રીતે ચેક કરો સ્ટેટસ
આ કાયદો (Farm Law) અમેરિકામાં લાગૂ થયો ત્યાં ખેતી 2 ટકા રહી ગઇ. ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધીની બેઠકોમાં એમએસપી (MSP) પર કોઇ ચર્ચા થઇ શકી નથી. તેમણે વાતચીત માટે સરકારને સારો માહોલ બનાવવાની સલાહ આપી છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે સરકારના પ્રસ્તાવને નકારવાનો નિર્ણય સંયુક્ત કિસાન મોરચા (Sanyukt Kisan Morcha)ના તમામ સંગઠનો વચ્ચે લાંબી બેઠક લેવામાં આવી છે. તેમણે સરકાર દ્વારા મોકલવામાં આવી 20 તારીખના પત્રનો જવાબ વાંચી સંભળાવ્યો. ભારત સરકારના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલ દ્વારા ખેડૂતોના ગત જવાબને અસ્પષ્ટ ગણાવતાં તેમણે જવાબ આપ્યો કે જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તે સર્વ સંમત્તિથી લેવામાં આવ્યો છે. તેના પર સવાલ ઉઠાવવા ખોટું છે. તેમણે સરકારના પત્રને ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયત્ન ગણાવ્યો. તેમણે કહ્યું કે સરકાર તથાકથિત કિસાન નેતાઓ સાથે વાત કરીને આંદોલન (Farmers Protest)ને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
કિસાન નેતા હનન મોલ્લાહે કહ્યું કે અમે સમસ્યાનું સમાધાન ઇચ્છીએ છીએ પરંતુ સરકાર અમારી સાથે દગો કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર વિચારે છે કે ખેડૂત થાકી જશે અને આંદોલન ખતમ થઇ જશે. પરંતુ એવું થશે નહી. આ આંદોલન ફક્ત પંજાબ, હરિયાણાના ખેડૂતોનું નહી પરંતુ આખા દેશના ખેડૂતોનું આંદોલન છે. 29 તારીખના રોજ પટના અને ચેન્નઇમાં રેલી થશે. કાલે મહારાષ્ટ્રમાં અદાણી અને અંબાણીના સામાનને બાયકોટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આંદોલન અદાણી અંબાણીની લૂંટ વિરૂદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube