નવી દિલ્હી: સાંસદમાંથી પસાર થયેલા નવા કૃષિ કાયદા (New Farm Law) વિરૂદ્ધ છેલ્લા 37 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો (Farmers Protest)એ સરકારને કડક ચેતવણી આપી છે. ખેડૂત સગંઠનોએ કહ્યું છે કે, જો સરકાર 4 જાન્યુઆરી સુધીમાં તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો તે ત્યારબાદની પરિસ્થિતિઓ માટે તેઓ જવાબદાર રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓને મળશે નવા વર્ષની ભેટ, વધવા જઇ રહ્યો છે પગાર!


'2 કાયદાઓ પર સરકાર નમાવવા તૈયાર નથી'
સિંઘુ બોર્ડર પર આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સ્વરાજ ઇન્ડિયા સંગઠનના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમારા બંને કાયદાઓ પર સરકાર હજી સુધી ટસથી મસ થઈ નથી. આથી હવે કિસાન આંદોલન (Farmers Protest) વધુ સઘન કરવામાં આવશે. સરકાર સાથે વાટાઘાટો 4 જાન્યુઆરીએ છે. જો તેમાં સકારાત્મક પરિણામો ન મળે તો 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન દેશમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે.


આ પણ વાંચો:- VIDEO: PM Modiએ કંઇક આ અંદાજમાં કર્યું નવા વર્ષનું સ્વાગત, તમે પણ જાણો


'નેતાજીની જન્મજયંતિ પર ખેડુતો કાર્યક્રમ કરશે'
યોગેન્દ્ર યાદવે કહ્યું, '23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર દેશભરમાં એક કાર્યક્રમ યોજવામાં આવશે. હવે યુપીના શાહજહાંપુરમાં કિસાન મોરચા યોજવામાં આવશે. ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશમાં પણ સરકારે કાયદાને હોલ્ડ પર રાખ્યો છે. અમે ગુજરાતના સાથીદારો સાથે સંપર્કમાં છીએ. સરકારની આવી સ્થિતિ છે કે તેઓને ખેડૂતોને ટેકો બતાવવા માટે એક વાસ્તવિક ખેડૂત મળતો નથી.


આ પણ વાંચો:- હવે મકાન બનાવવા માટે ઈંટ-સિમેન્ટની જરૂર નથી, રમકડાંની જેમ જોડાઈ જશે બ્લોક


'NDAના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘેરવામાં આવશે'
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 'અમારી સંયુક્ત કિસાન મોરચાની બેઠક થઈ છે. આ બેઠકમાં સરકાર સાથે યોજાયેલી બેઠકોની સમીક્ષા કરીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર અગાઉ એમએસપી પર લેખિતમાં આપવાની વાત કરતી હતી, પરંતુ હવે તે સમિતિની રચના કરવાની વાત કરી રહી છે. એમએસપીના અભાવને કારણે, દર વર્ષે ખેડુતોને 3 લાખ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જો સરકાર સાથે કોઈ વાત કરવામાં નહીં આવે તો આંદોલન (Farmers Protest)ના આગામી તબક્કામાં NDAના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ઘેરાવામાં આવશે.


આ પણ વાંચો:- Corona પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, દેશની પ્રથમ કોરોના વેક્સિનને મંજૂરી


'6 જાન્યુઆરીએ દેશમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે'
ખેડૂત નેતા યુધવીરસિંહે કહ્યું કે જો સરકાર તેમની માંગણીઓ માટે સહમત ન થાય તો 6 જાન્યુઆરીએ દેશમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતો દ્વારા ઉભા કરવામાં આવેલા 5 ટકા મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકાર અન્ય મુદ્દાઓ પર વાત પણ કરી રહી નથી. આવી સ્થિતિમાં, આંદોલનને આગળ ધપાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube