નવી દિલ્હી : સરકારે મંગળવારે નવા કૃષી કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગણીઓ પર વિચાર કરવા માટે એક સમિતીની રચના કરવાની રજુઆત કરી. સરકારે આ પ્રસ્તાવ પર આંદોલનરત્ત 35 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની તરફથી ઠંડી પ્રતિક્રિયા મળી હતી. ખેડૂત સંગઠનોએ ત્રણેય નવા કૃષી કાયદાઓને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. આવો સરળ શબ્દોમાં સમજીએ આજની બેઠકમાં ખેડૂતો અને સરકાર વચ્ચે શું વાતચીત થઇ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વિજ્ઞાન ભવનમાં બેઠક માટે કેન્દ્રીય કૃષીમંત્રી નરેન્દ્રસિંહ તોમરની સાથે રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ હાજર રહ્યા હતા. આંદોલનરત્ત ખેડૂતો તરફતી બેઠકમાં  રહેતા ખેડૂત નેતાઓનું એક મંતવ્ય હતું કે ત્રણેય નવા કૃષી કાયદાઓને રદ્દ કરવામાં આવવા જોઇએ. ખેડૂતોનાં પ્રતિનિધિઓએ આ કાયદાને ખેડૂતો માટે નુકસાનદાયક ગણાવ્યા હતા. ખેડૂતોએ કહ્યું કે, સમિતીનો કોઇ અર્થ નથી. સરકાર તરપતી આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાનો નહી પરંતુ ટાળવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે MSP ને લેખીત કાયદામાં ઉલ્લેખ કરવામાં આવે.તેમણે કહ્યું કે, અમે વાતચીતથી નથી ભાગી રહ્યા, પરંતુ જ્યા સુધી તેનો ઉકેલ નહી આવે ત્યા સુધી આંદોલન યતાવત્ત રહેશે. 

સરકારે શું કહ્યું?
સરકાર તરપથી કહેવામાં આવ્યું કે, તમને બિલમાં જે ખામીઓ લાગે છે તેમને તબક્કાવાર અને સારી રીતે લખીને આપે. આગામી બેઠકમાં ખામીઓ મુદ્દે ફરીથી તે અંગે વાત કરવામાં આવશે. સરકાર ઇચ્છે છે કે એક સમિતી બનાવવામાં આવે, જેમાં ખેડૂતોનાં 5થી 6 ટકા પ્રતિનિધિઓ આવે અને તેમનાં અધિકારી, કૃષી નિષ્ણાંતો સાથે પણ હોય. સરકારનું તે પણ કહેવું છે કે ત્રણેય દળ ખેડૂતોનાં હિતમાં હોય પછી જો તમને લાગે છે કે, બિલમાં ખામીઓ છે તો લેખીતમાં લાવો. અમે તે અંગે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આગામી બેઠક 3 ડિસેમ્બરે થશે. 

ખેડૂતોને સમજવાનો પ્રયાસ
ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન 3 કૃષી કાયદાઓ મુદ્દે સરકાર તરફથી પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. ખેડૂત નેતાઓને સંપુર્ણ માહિતી આપવામાં આવી કે, બિલમાં ક્યાંય ઉલ્લેખ નથી કે MSP અને માર્કેટિંગ યાર્ડ ખતમ થઇ જશે. જો કે ખેડૂતોનું કહેવું છે કે, પ્રેઝન્ટેશમાં જે દેખાડાઇ રહ્યું છે તે અમે જોઇ ચુક્યા છીએ. હવે તેનાથી આગળની વાત કરવામાં આવે. 

બેઠકમાંથી કોઇ પરિણામ ન આવ્યું?
નેતાઓ સાથે ખેડૂત નેતાઓની બેઠકનું કોઇ પરિણામ આવી શક્યું નહોતું. જો કે બંન્ને પક્ષો વચ્ચે સંવાદ થયો. વાતચીત થઇ. ટેબલ પર બંન્ને પક્ષ આગળની વાતચીત માટે તૈયાર છે. બેઠકમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓએ કહ્યું કે, તમે એવો કાયદો લાવો કે જેના કારણે તમારી જમીન મોટા કોર્પોરેટ હાઉસ લઇ લેશે. હવે સમિતી બનાવવાનો સમય નથી. અમે કહીએ છીએ કે, તમે ખેડૂતોનું ભલુ કરો, અમારૂ ભલુ ન કરો. બેઠકમાં વધારે એક ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ  કહ્યું કે,  ખેડૂક કૃષી કાયદાની વિરુદ્ધ રસ્તા પર છે અને માંગ કરી કે સરકારે તેને પરત લેવા અંગે વિચારવું જોઇએ. 

ખેડૂત આંદોલન પર ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજી
સરકાર નિરંતર તેવું જણાવી રહી છે કે, નવા કાયદા અને ખેડૂતોના સારી તક પ્રદાન કરશે અને તેનાથી કૃષીમાં ઘણી નવી ટેક્નોલોજીની શરૂઆત કરસે અને તેમાંથી કૃષીમાં નવી ટેક્નોલોજીની શરૂઆત થશે. બેઠકની થોડી કલાકો પહેલા કેન્દ્રીયમંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, તોમર અને ગોયલ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડાની સાથે, કેન્દ્રના નવા કૃષી સુધાર કાયદાની વિરુદ્ધ ખેડૂતોનાં વિરોધ પ્રદર્શન અંગે વિસ્તારપૂર્વક વિચાર વિમર્શ થયો. 

યથાવત્ત રહેશે ખેડૂતોનું પ્રદર્શન
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણા ના ખેડૂતો દ્વારા દિલ્હીની સિંધુ અને ટિકરી બોર્ડર પર શાંતિપુર્ણ રીતે ધરણા પ્રદર્શન કર્યું. સોમવારે ઉત્તરપ્રદેશ સીમા અને ગાઝીપુર સીમા પર પણ પ્રદર્શનકર્તા ખેડૂતો એકત્ર થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube