Farmers Protest: 5 નહીં 23 પાક પર MSP, સરકારનો પ્રસ્તાવ ફગાવીને જાણો ખેડૂતોએ શું આપ્યું છે અલ્ટીમેટમ
Kisan Andolan Latest Update: ખેડૂત આંદોલન વચ્ચે સરકારે રવિવારે ચોથા તબક્કાની વાતચીતમાં ખેડૂતોને કેટલાક પાક પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો. ખેડૂત સંગઠનોએ સોમવારે મોડી સાંજે શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રના આ પ્રસ્તાવને ફગાવતા પોતાની આગળની રણનીતિ બનાવી.
ખેડૂત આંદોલન વચ્ચે સરકારે રવિવારે ચોથા તબક્કાની વાતચીતમાં ખેડૂતોને કેટલાક પાક પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો. ખેડૂત સંગઠનોએ સોમવારે મોડી સાંજે શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રના આ પ્રસ્તાવને ફગાવતા પોતાની આગળની રણનીતિ બનાવી. ખેડૂતોએ કહ્યું કે અમે ખેડૂત સંગઠનો સાથે બેઠક કરીને સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરી. સરકારે જે પ્રસ્તાવ આપ્યો છે તેમાં કોઈ દમ નથી. આ પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો નહીં થાય. આ સાથે ખેડૂતોએ સરકારને મંગળવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ખેડૂતોએ કહ્યું છે કે તેઓ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે.
નહીં પડે વધારાનો બોજો-ખેડૂતો
શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂત નેતાઓએ કહ્યું કે અમે કિસાન સંગઠનો સાથે બેઠક કરીને સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લીધો છે. સરકારના આ પ્રસ્તાવમાં કશું જોવા મળતું નથી. જો તેને ધ્યાનથી જોઈએ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો સરકાર MSP ની ગેરંટી આપશેતો વધારાના દોઢ લાખ કરોડ રૂપિયા ખર્ચાશે. પરંતુ સંસ્થા મુજબ જો સરકાર તમામ પાક પર MSP આપે તો તેમાં એક લાખ 75 હજાર કરોડ રૂપિયામાં કામ થઈ શકે છે. જો સરકાર આટલા પૈસા લગાવે તો તમામ પાક પર MSP આપવું જોઈએ.
કિસાન નેતા જગજીતસિંહ ડલ્લેવાલે કહ્યું કે આપણી સરકાર બહારથી 1.75 લાખ કરોડ રૂપિયાનું વનસ્પતિ તેલ મંગાવે છે. જે બીમારીનું કારણ બની રહ્યું છે. જો આ રૂપિયા દશના ખેડૂતોને MSP આપવા પાછળ ખર્ચે તો તેનાથી કામ બનશે. એટલે કે સરકાર પર વધારાનો બોજો નહીં પડે. સરકારે એમ પણ કહ્યું કે તેઓ કેટલાક પાક પર MSP આપશે. પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ. આ તમામ વાતો પરથી એ નિષ્કર્ષ નીકળે છે કે તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો નથી. અમારી માંગણી છે કે સરકાર 23 પાક પર MSP ની જાહેરાત કરે. આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લીધો છે કે સરકારનો આ પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી એટલે અમે તેને ફગાવીએ છીએ.
નિયતમાં ખોટ
પ્રેસ કોન્ફરન્સમાં સરવન સિંહ પંઢેરે કહ્યું કે અમે સરકારના પ્રસ્તાવને બરાબર સમજ્યો છે. સરકારની દાનતમાં ખોટ છે. જો તેમની દાનત ચોખ્ખી હોત તો આમ ન કરત. અમારો પોઈન્ટ ક્લિયર છે અમને તમામ પાક પર MSP ગેરંટી જોઈએ. હવે સરકારે જણાવવાનું છે કે તેઓ કરજ માફી મામલે શું નિર્ણય લઈ રહી છે. બીજુ એ કે સરકારના મંત્રી બેઠકનો જે સમય આપે છે તેનાથી 3-4 કલાક બાદ આવે છે. જેનાથી સમજમાં આવે છે કે સરકાર ખેડૂતોને લઈને ગંભીર નથી.
21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ
ખેડૂતોએ પોતાની આગામી રણનીતિ વિશે જણાવતા કહ્યું છે કે અમે ફેબ્રુઆરીના રોજ બપોરે 11 વાગે દિલ્હી કૂચ કરીશું. અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી બધી માંગણી માની લો. જ્યારે તમે બેરિકેડિંગ લગાવીને રોકી રહ્યા છો, તો અમે પણ આ દેશના નાગરિક છીએ અમને શાંતિથી આંદોલન કરવા દો. હાલ આગળ કોઈ મીટિંગ નથી. જો કે અમે વાતચીત માટે હંમેશા તૈયાર છીએ. ખેડૂત નેતાઓએ કિસાનોને અપીલ કરતા કહ્યું કે આપણે શાંતિથી આંદોલન કરવાનું છે. અમે સરકારને કહેવા માંગીશું કે અમારી માંગણીઓ માની લો નહીં તો પછી અમને શાંતિથી આંદોલન કરવા દો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube