પાક પર એમએસપીની ગેરંટીની માંગણી કરી રહેલા ખેડૂત  સંગઠનોની કેન્દ્ર સરકાર સાથેની ચાર રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. સરકાર સાથે વાત ન બનતા હવે ખેડૂત સંગઠનોએ પોતાના આંદોલનને તેજ કરતા દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ ખેડૂતોના દિલ્હી ચલો માર્ચ અંગે ગૃહ મંત્રાલયના આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં પંજાબમાં બગડી રહેલી કાનૂન વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરાઈ છે અને જણાવ્યું છે કે શંભુ બોર્ડર પર લગભગ 14000 લોકો ભેગા થવાી મંજૂરી આપવામાં આવી છે તથા ઢાબી-ગુજરાન બેરિયર પર એક વિશાળ સભાની મંજૂરી અપાઈ છે. જેમાં લગભગ 4500 લોકો ભેગા થાય તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખતા પંજાબ હરિયાણા અને હરિયાણા દિલ્હી બોર્ડરો પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. આ સાથે જ હરિયાણાના સાત જિલ્લાઓમાં ઈન્ટરનેટ પર લાગેલા પ્રતિબંધને ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે. 


ગૃહ મંત્રાલયે જતાવી ચિંતા
ખેડૂત સંગઠનોના દિલ્હી કૂચના એલાન બાદ ગૃહ મંત્રાલયે પંજાબમાં બગડી રહેલા કાયદા વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને મુખ્ય સચિવને સાર્વજનિક અવ્યવસ્થા પેદા કરનારા ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. 


ચોંકાવનારો ખુલાસો
ગૃહ મંત્રાલયના આંતરિક રિપોર્ટ મુજબ લગભગ 1200 ટ્રેક્ટર ટ્રોલીઓ, 300 કારો, 10 મિની  બસો અને અન્ય નાના વાહનો સાથે, રાજપુર-અંબાલા રોડ પર શંભુ બેરિયર પર લગભગ 14000 લોકો ભેગા થવાની મંજૂરી આપવામાં આવી છે. એ જ રીતે રાજ્યએ ઢાબી-ગુજરાન બેરિયર પર લગભગ 500 ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે લગભગ 4500 લોકોની વિશાળ સભાને મંજૂરી આપી છે. 


આંતરિક રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કાયદા વ્યવસ્થાની બગડી રહેલી સ્થિતિ ચિંતાનો વિષય છે. કારણ કે  એવું લાગે છે કે વિરોધની આડમાં ઉપદ્રવીઓ/કાયદો તોડનારાઓને પથ્થરમારો કરવા, ભીડ ભેગી કરવા માટે ખુલ્લી છૂટ અપાઈ છે. પાડોશી રાજ્યોમાં અશાંતિ અને અવ્યવસ્થા ફેલાવવાના સ્પષ્ટ ઈરાદે સરહદ પર ભારે મશીનરી ભેગી કરવાના વિરોધમાં તોફાની તત્વોને કાયદો તોડવાની ખુલ્લી છૂટ અપાઈ છે. ગૃહ મંત્રાલયનો આ પત્ર હરિયાણા પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ બાદ સામે આવ્યો છે. 


એવું કહેવાય છે કે શંભુ બોર્ડર પર પ્રશાસન દ્વારા ખેડૂતોને રોકવા માટે બનાવવામાં આવેલી દીવાલોને તોડવા માટે પ્રદર્શનકારીઓ પોકલેન  જેવી ભારે મશીનો લઈને પહોંચ્યા છે. ખેડૂત સંગઠનો આ મશીનની મદદથી દીવાલો તોડીને દિલ્હી તરફ આગળ વધશે. આ મામલે હરિયાણા પોલીસે પંજાબ પોલીસને એક પત્ર લખ્યો છે અને ખેડૂતોના પોકલેન જેવી ભારી મશીનોને કબજે કરવાની અપીલ કરી છે. હરિયાણા પોલીસના આ પત્રના આધારે ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને સુરક્ષા વ્યવસ્થા બગાડનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 


હરિયાણા પોલીસ મહાનિદેશક શત્રુજીત કપૂરનો પત્ર મળ્યા બાદ પંજાબ પોલીસે હરિયાણા તરફ જતા પોકલેન અને જેસીબી મશીનો સહિત ભારે મશીનોની અવરજવર પર રોકના નિર્દેશ આપ્યા છે. ડીજીપી પંજાબે તમામ રેન્જ એડીજીપી/આઈજીપીએસ/ડીઆઈજી તમામ પોલીસ આયુક્તો, અને તમામ વરિષ્ઠ પોલીસ અધિક્ષકોને મોકલેલા પત્રમાં નિર્દેશ આપ્યા છે અને કહ્યું છે કે કોઈ પણ જેસીબી, પોકલેન, ટિપર, હાઈડ્રા અને અન્ય શક્તિશાળી અર્થમૂવિંગ જેવા ભારે મશીનોને પંજાબ હરિયાણા સરહદ ખનૌરી અને શંભુ સુધી પહોંચવાની મંજૂરી મળવી જોઈએ નહીં. કારણ કે ઈનપુટ મળ્યો છે કે પ્રદર્શનકારીઓ હરિયાણા પોલીસના બેરિકેડ્સ તોડીને હરિયાણામાં એન્ટ્રીની યોજના ઘડી રહ્યા છે. તેનાથી બંને રાજ્યોમાં કાયદો વ્યવસ્થા કથળી શકે છે. પંજાબ પોલીસે શંભુ બોર્ડર પર 700 પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube