નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ મોટું નિવેદન આપતાં કહ્યું છે કે ખેડૂત આંદોલન પાછળ શાહીન બાગની આખી ગેંગ (Shaheen Bagh Gang in Farmer's Protest) સામેલ થઇ ગઇ છે. રમખાણોના આરોપીઓના પોસ્ટર મળતાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. સૂચના પ્રસારણ મંત્રીએ એ પણ કહ્યું કે આ આંદોલન હવે ખેડૂતોનું રહ્યું નથી.  Zee News સાથે Exclusive વાતચીતમાં તેમણે ઘણી મહત્વપૂર્ણ જાણકારી શેર કરી. તો બીજી તરફ આ દરમિયાન  સુરક્ષા એજન્સીઓનો હવાલેથી મોટા સમાચાર એ પણ છે કે ખેડૂત આંદોલનમાં નક્સલીઓની ધૂસણખોરી થઇ ચૂકી છે. એટલે કે ખેડૂતોને ઉશ્કેરવાનું કાવતરું થઇ રહ્યું છે. તેનો ફાયદો અસામાજિક તવો પણ ઉઠાવી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંસાની આશંકા
પ્રકાશ જાવડેકરે કહ્યું કે નક્સલ ગેંગ હવે આ ખેડૂત આંદોલનના બહાને હિંસા ફેલાવી શકે છે. આગામી દિવસોમાં હિંસાની આશંકા છે આ દરમિયાન મોટાપાયે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કાવતરું થઇ રહ્યું છે. 


નક્સલીઓ  પહેલાં ખાલિસ્તાનીઓની એન્ટ્રી
અત્રે ઉલ્લેખનીય છે કે નક્સલી આતંકવાદીઓ પહેલાં આ ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાની (Khalistani) આતંકવાદીઓની એન્ટ્રી થઇ ચૂકી છે. સંસદમાંથી મંજૂર નવા કૃષિ કાયદા (New Farm Law)ના વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest)માં ખાલિસ્તાની અને જિહાદી સંગઠન પણ પોતાની પૈઠ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્હીની ટીકરી બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતોએ સ્ટેજ પર ગુરૂવારે આપત્તિજનક બેનર લગાવી પ્રદર્શન કર્યું હતું. આ બેનરમાં જેલમાં બંધ દેશદ્વોહના આરોપીઓને ક્રાંતિના નાયક ગણાવતાં મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube