નવી દિલ્હીઃ Samyukta Kisan Morcha Meeting: કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોર્ચા તરફથી બનાવવામાં આવેલી પાંચ સભ્યોની કમિટીને તેની બાકી માંગોને લઈને એક લેખિત પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલાં આંદોલન વાપસીની જાહેરાત કરવામાં આવે અને પછી કેસ પરત લેવાશે, એમએસપીને લઈને કમિટી બનાવવામાં આવશે અને યોગ્ય વળતર ચુકવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધુ બોર્ડર પર સરકારના આ પ્રસ્તાવ પર બે કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં ચર્ચા થઈ છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રના પ્રસ્તાવ પર કિસાન નેતાઓ એક નથી. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રના લેખિત પ્રસ્તાવમાં વીજળી સંશોધન બિલ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર  મિશ્રનો કોઈ ઉલ્લેખ નથી. પ્રસ્તાવ પર પહેલા તો કિસાન મોર્ચાની પાંચ સભ્યોની કમિટીએ આપસમાં ચર્ચા કરી ત્યારબાદ આ મુદ્દા પર બેઠકમાં વાતચીત થઈ છે.


ઘણા સંગઠન સરકારના પ્રસ્તાવથી સંતુષ્ટ
બેઠકમાં ઘણા કિસાન સંગઠને સરકારના પ્રસ્તાવથી સંતોષ વ્યક્ત કર્યો છે. બેઠકમાંથી બહાર આવ્યા બાદ કિસાન નેતા કુલવંત સંધુએ કહ્યુ કે, બેઠકમાં ઘણી માંગો પર સહમતિ બની છે અને કાલે જાહેરાત થઈ જશે. પરંતુ આ કિસાન મોર્ચાનું સંયુક્ત નિવેદન નથી. 


આ પણ વાંચોઃ નાગાલેન્ડમાં 13 લોકોના મોત બાદ AFSPA પરત લેવાની માંગ, જાણો શું છે આ કાયદો


સરકારે કિસાનોને મોકલ્યો જવાબ
સરકાર તરફથી કિસાનોને જે જવાબી પત્ર મોકલવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે MSP પર પ્રધાનમંત્રીએ ખુદ અને બાદમાં કૃષિ મંત્રીએ એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે, જે કમિટીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કિસાન સંગઠનોના પ્રતિનિધિ અને કૃષિ વૈજ્ઞાનિક સામેલ હશે. અમે તેમાં સ્પષ્ટ કરીએ છીએ કે કિસાન પ્રતિનિધિમાં SKM ના પ્રતિનિધિ પણ સામેલ થશે. 


આ સિવાય કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કિસાનોના આંદોલનના સમયે કેસોનો સવાલ છે યૂપી સરકાર અને હરિયાણા સરકારે તે માટે સંપૂર્ણ સહમતિ આપી છે કે આંદોલન પરત લીધા બાદ તત્કાલ કેસ પરત લેવામાં આવશે. સાથે કિસાન આંદોલન દરમિયાન ભારત સરકારના સંબંધિત વિભાગ અને કેન્દ્રશાસિત પ્રદેશના આંદોલનના કેસ પણ આંદોલન પરત લીધા બાદ પરત લેવાની સહમતિ બની છે. 


આ પણ વાંચોઃ PM મોદીનો સપા પર કટાક્ષ, 'લાલ ટોપીવાળાઓને લાલ બત્તી સાથે લેવાદેવા, આતંકીઓ પર છે મહેરબાન'


સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વળતરનો સવાલ છે તે માટે પણ હરિયાણા અને યૂપી સરકારે સૈદ્ધાંતિક સહમતિ આપી છે. બંને વિષયોના સંબંધમાં પંજાબ સરકારે પણ જાહેરાત કરી છે. જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી બિલનો સવાલ છે, સંસદમાં રજૂ કરતા પહેલા તેને લઈને તમામ સ્ટેકહોલ્ડર્સનો મત લેવામાં આવશે. 


પરાલીના મુદ્દા પર સરકારે કહ્યું કે, કેન્દ્રએ જે કાયદો પસાર કર્યો છે તેની કલમ 14 તથા 15માં ક્રિમિનલ લાઇબિલિટીથી કિસાનને મુક્તિ આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube