MSP (ટેકાના ભાવ) સહિત અનેક માંગણીઓને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ-હરિયાણાની સરહદો પર ખેડૂતોએ ધામા નાખ્યા છે. આ બધા વચ્ચે સંયુક્ત કિસાન મોરચાએ આજે WTO ક્વિટ ડે ઉજવવાનું નક્કી કર્યું છે. ખેડૂત સંગઠને કહ્યું કે ખેતીને WTO માંથી બહાર રાખો. આ સાથે જ કહ્યું કે કિસાનો આજે નેશનલ અને સ્ટેટ હાઈવે પર બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ મુશ્કેલી ઊભી કર્યા વગર ટ્રેક્ટર ઊભા રાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે કે 26 થી 29 ફેબ્રુઆરી સુધી અબુ ધાબીમાં થનારા વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના 13માં મંત્રીસ્તરના સંમેલનમાં ખેતીને WTO માંથી બહાર કરવા માટે વિક્સિત દેશો પર દબાણ કરવામાં આવે. ભારતની ખાદ્ય સુરક્ષા અને મૂલ્ય સમર્થન કાર્યક્રમ ડબલ્યુટીઓમાં વારંવાર વિવાદનો વિષય રહ્યો છે. હકીકતમાં પ્રમુખ કૃષિ નિકાસકાર દેશએ 2034ના અંત સુધી ખેતીને સમર્થન આપવા માટે WTO સભ્યોના અધિકારોના વૈશ્વિક સ્તર પર 50 ટકા કાપનો પ્રસ્તાવ મૂક્યો છે. 


આજે પ્રદર્શન
SKM એ કહ્યું કે ભારત સરકારે આ મુદ્દાઓના સ્થાયી સમાધાન માટે સામૂહિક રીતે લડવા માટે ઓછા વિક્સિત દેશો પાસેથી સમર્થન ભેગુ કરવું જોઈએ જેથી કરીને વિકાસશીલ દેશોને હાલના કાર્યક્રમો યથાવત રાખવાની મંજૂરી મળે અને તેમને મોટા પાયે પોતાના ખેડૂતો અને લોકોનું સમર્થન કરવા માટે તેમને મજબૂત કરવાની મંજૂરી અપાય. એસકેએમએ કહ્યું કે દેશભરના ખેડૂતો 26 ફેબ્રુઆરીએ WTO ક્વિટ ડે ઉજવશે અને બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી નેશનલ અને સ્ટેટ હાઈવે પર ટ્રાફિકમાં વિધ્ન નાખ્યા વગર ટ્રેક્ટર ઊભા રાખશે. 


ટિકરી બોર્ડર પર બેરિકેડ્સ હટાવ્યા
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસે રવિવારે સિંઘુ અને ટિકરી બોર્ડર પર બેરિકેટ્સના એક ભાગને હટાવીને યાત્રીઓ માટે એક માર્ગની વ્યવસ્થા કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે મુસાફરો માટે પોઈન્ટ એથી પોઈન્ટ બી સુધી બેરિયરનો એક ભાગ હટાવી રહ્યા છીએ. પોલીસ અને અર્ધસૈનિક દળોની તૈનાતીથી 24 કલાક કડક નિગરાણી રહેશે. હાલ જો કે વાહનોને અવરજવરની મંજૂરી નહી રહે.


ટિકરી અને સિંઘુ તથા ગાઝીપુર બોર્ડર સીલ
પ્રદર્શનકારી ખેડૂતો અને હરિયાણા પોલીસના જવાનો વચ્ચે શુક્રવારે પંજાબ-હરિયાણા સરહદે ઝડપ થઈ હતી. ટિકરી અને સિંઘુ  બોર્ડરોને પોલીસકર્મીઓની ભારે તૈનાતી સાથે જ કોંક્રીટ અને લોઢાના ખિલ્લાઓના બેરિકેડ્સ સાથે સીલ કરાયા છે. મલ્ટીલેયર બેરિકેડ્સ અને પોલીસ કર્મીઓની તૈનાતી સાથે ગાઝીપુર બોર્ડરની બે લેન પણ બંધ કરાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube