Farmers Protest: સરકારે ફરી લંબાવ્યો વાતચીતનો હાથ, કૃષિ મંત્રીએ આંદોલનકારી કિસાનોને આપી આ ઓફર
લગભગ 5 મહિનાના મૌન બાદ કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂતો (Farmers Protest) સાથે વાતચીત માટે ફરી એકવાર હાથ લંબાવ્યો છે
નવી દિલ્હી: લગભગ 5 મહિનાના મૌન બાદ કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂતો (Farmers Protest) સાથે વાતચીત માટે ફરી એકવાર હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે (Narendra Singh Tomar) કહ્યું છે કે તેઓ મધ્યરાત્રિએ પણ ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે.
કૃષિ મંત્રીએ ટ્વીટ કર્યો વીડિયો
કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે (Narendra Singh Tomar) શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પોતાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આમાં કૃષિમંત્રીએ કહ્યું, 'નવા કૃષિ કાયદાને (New Farm Laws) પાછો ખેંચવાની માંગ સિવાય સરકાર આ કાયદાઓની કોઈપણ જોગવાઈ પર વાત કરવા તૈયાર છે. જો મધ્યરાત્રિએ પણ ખેડુતો અવાજ આપે તો સરકાર આ મુદ્દે વાત કરવા તૈયાર રહેશે. જો કોઈ ખેડૂત સંગઠન કાયદાની જોગવાઈઓ અંગે વાટાઘાટો કરવા માંગે છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ.'
આ પણ વાંચો:- દિલ્હી સરકારે આ લોકોને આપી મોટી રાહત, વેતનમાં કર્યો વધારો; જાણો શું છે નવી સેલેરી
ગત વર્ષે બનાવવામાં આવ્યો હતો કૃષિ કાયદો
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે કૃષિમાં સુધારો કરવા માટે 3 કાયદા (New Farm Laws) પસાર કર્યા છે. આ કાયદાઓ વિરુદ્ધ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીના ખેડૂતો છેલ્લા 8 મહિનાથી દિલ્હીની સરહદે બેસી આંદોલન કરી રહ્યા છે. સરકાર અને આંદોલનકારી ખેડુતો (Farmers Protest) વચ્ચે 11 રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ ખેડુતો ત્રણ કાયદાને રદ કર્યા વિના આંદોલન પાછો ખેંચવા તૈયાર નથી.
કોરોનાની ત્રીજી લહેર વધારે દૂર નથી, દિલ્હી HC ની કેન્દ્ર અને કેજરીવાલ સરકારને નોટિસ
લાલ કિલ્લાની હિંસા બાદ વાતચીત બંધ
બંને પક્ષો વચ્ચે છેલ્લી વાતચીત 22 જાન્યુઆરીએ થઈ હતી. તે પછી 26 જાન્યુઆરીએ, આંદોલનકારી ખેડૂતોના (Farmers Protest) વિશાળ જૂથે લાલ કિલ્લા અને અન્ય ભાગોમાં ભારે હિંસા કરી હતી. જે પછી સરકારે પોતાનું વલણ કડક બનાવ્યું અને બધી વાતો ત્યાં જ અટકી ગઈ. હવે ફરી એકવાર સરકારે પહેલ કરી છે અને આ વાતચીતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube