Farmers Protest: ખેડૂતોના સમર્થનમાં આવ્યા વેસ્ટ UPના વકીલ, 18 ફેબ્રુઆરીના કરશે હડતાળ
નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પોતાના આંદોલનને (Farmers Protest) તેજ કરી રહેલા પ્રદર્શનકારી કિસાન યૂનિયનોએ 18 ફેબ્રુઆરીના 4 કલાક રાષ્ટ્રવ્યાપી રેલ રોકો અભિયાનની જાહેરાત કરી છે. તેમના સમર્થનમાં હવે વેસ્ટ યૂપીના વકીલ (West UP Advocates) પણ આગળ આવ્યા છે
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પોતાના આંદોલનને (Farmers Protest) તેજ કરી રહેલા પ્રદર્શનકારી કિસાન યૂનિયનોએ 18 ફેબ્રુઆરીના 4 કલાક રાષ્ટ્રવ્યાપી રેલ રોકો અભિયાનની જાહેરાત કરી છે. તેમના સમર્થનમાં હવે વેસ્ટ યૂપીના વકીલ (West UP Advocates) પણ આગળ આવ્યા છે અને હાઇ કોર્ટ વચ્ચે સંઘર્ષ સમિતિએ 18 ફેબ્રુઆરીના હડતાળ કરવાની જાહેરાત કરી છે.
રાકેશ ટિકૈતે આપી નવી ધમકી
ત્યારે કિસાન આંદોલનના (Farmers Protest) નવા પોસ્ટર બોય બનેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) ફરી એકવાર સરકારને ધમકી આપી છે. ટિકૈતે કહ્યું કે, સરકારે તેમને રોકવા માટે રસ્તા પર ખિલ્લા લગાવ્યા છે તેઓ એક-એક ખિલ્લાને હટાવ્યા વગર ત્યાંથી પરત નહીં ફરે. તેમણે કહ્યું કે, RSS વાળા ડંડા લઇને ચાલે છે, તો અમારા કાર્યકર્તાઓ પણ ડંડા લઇને ચાલશે. જ્યાં સુધી સરકાર તેમના RSS કાર્યકર્તાઓને રોકશે નહીં. ત્યાં સુધી અમારા કાર્યકર્તાઓ પણ આ રીતે લાકડી-ડંડાથી સજ્જ રહેશે.
આ પણ વાંચો:- ધીરે ધીરે કિસાન આંદોલનના નવા 'પોસ્ટર બોય' બન્યા રાકેશ ટિકૈત, સરકારને આપી આ ધમકી
નવા પોસ્ટર બોય બન્યા ટિકૈત
તમને જણાવી દઇએ કે, શરુઆતના બે મહિનામાં આંદોલનનું પ્રમુખ કેન્દ્ર દિલ્હીની સિંધુ બોર્ડર હતું. પરંતુ 26 જાન્યુઆરીની હિંસા બાદ જ્યારે સરકારે પ્રદર્શનકારીઓ પર ગાળ્યો કસ્યો તો 28 જાન્યુઆરીના રાકેશ ટિકૈત ગાઝિપુર બોર્ડરના (Ghazipur Border) પોતાના ઘરમાં રડવા લાગ્યા અને તેમણે કહ્યું કે, સરકાર તેમને મારવાનો પ્લાન કરી રહી છે. ટિકૈટના રડવાથી આંદોલનનો સંપૂર્ણ ફોકસ ગાઝિપુર બોર્ડર પર શિફ્ટ થઈ ગયો છે. વિવિધ દળના નેતાઓ ગાઝિપુર બોર્ડર પહોંચી ટિકૈટને સમર્થન આપી રહ્યા છે. જેના કારણે આંદોલનના નવા પોસ્ટર બોય બનેલા રાકેશ ટિકૈત (Rakesh Tikait) હવે દરરોજ સરકારને નવી નવી ધમકીઓ આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube