લખીમપુરમાં 2 કિસાનોના મોત બાદ હંગામો, કેન્દ્રીય મંત્રીના પુત્રની ગાડી આગના હવાલે
કિસાનોએ રવિવારે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની બે કારને આગના હવાલે કરી દીધી છે. કિસાનો નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા હતા.
લખનઉઃ નવા કૃષિ કાયદા (New Farm Law) વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન આંદોલને (Farmers Protest) હવે હિંસક રૂપ લઈ લીધુ છે. કિસાનોએ યૂપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની બે કારોમાં આગ લગાવી દીધી છે. આ ઘટનામાં બે કિસાનોના મોત થયા છે.
કિસાનોએ રોક્યો મંત્રીના પુત્રનો કાફલો
જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) રવિવારે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ટેનીના ગામ બનવીરપુર જઈ રહ્યા હતા. તેમને રિસીવ કરવા માટે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) કાફલા સાથે ઘરેથી નિકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આશિષ મિશ્ર અને તેની સાથે ચાલી રહેલી એક ગાડીને કિસાનોએ રોકી લીધી. તે તેને નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ આ રમતની 'મેન ઓફ ધ મેચ' હું છું, ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા સામે હાર્યા બાદ બોલ્યા ભાજપના પ્રિયંકા ટિબરેવાલ
મંત્રીના પુત્રએ કિસાનો ઉપર ચઢાવી દીધી કાર
કિસાનોથી બચવા માટે કેન્દ્રીય મંત્રીના પુત્રના ડ્રાઇવરે સ્પીડથી ગાડી ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કેટલાક કિસાન ગાડીની સામે આવી ગયા હતા. આ દરમિયાન બે કિસાનોના મોત થયા અને આશરે 8 કિસાનોને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ નારાજ થયેલા કિસાનોએ મંત્રીના પુત્રની બે ગાડીઓને આંગના હવાલે કરી દીધી છે. પરંતુ ઘટના બાદ પણ કેશવ પ્રસાદ મૌર્યા રોડ માર્ગે ગામમાં પહોંચ્યા અને ત્યાં એક કુશ્તી દંગલનું ઉદ્ઘાટન કર્યુ હતું.
અખિલેશ યાદવે કરી ટીકા
આ ઘટના બાદ પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરી કહ્યુ- કૃષિ કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કિસાનોને ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા, ગાડીથી કચડવા ઘોર અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. ઉત્તર પ્રદેશ દંભી ભાજપના હત્યાચારને વધુ સહન કરશે નહીં. આ સ્થિતિ રહી તો યૂપીમાં ભાજપ ન ગાડીથી ચાલી શકશે ન ઉતરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube