Bharat Bandh Live: દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે જામ, મેટ્રોની સર્વિસ પર અસર
ત્રણેય કૃષિ કાયદા (New Agriculture Laws) ના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોરચા (SKM) ના નેતૃત્વમાં 40થી વધુ ખેડૂત સંગઠનોનું ભારત બંધ આંદોલન શરૂ થઇ ગયું છે. જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.
નવી દિલ્હી: ત્રણેય કૃષિ કાયદા (New Agriculture Laws) ના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોરચા (SKM) ના નેતૃત્વમાં 40થી વધુ ખેડૂત સંગઠનોનું ભારત બંધ આંદોલન શરૂ થઇ ગયું છે. જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ખેડૂતોના ભારત બંધ (Farmers Union Bharat Bandh) ને લગભગ એક ડઝનથી વધુ રાજકીય પક્ષોએ સમર્થન કર્યું છે. બંધને જોતા દિલ્હી, યૂપી અને હરિયાણામાં પોલીસ એલર્ટ પર છે. ખેડૂતોના ભારત બંધની દરેક અપડેટૅ માટે અમારી સાથે જોડાયેલા રહો. (Farmers Union Bharat Bandh Live Update)
ખેડૂતો કેએમપી એક્સપ્રેસ-વે પર બેઠેલા છે. તેને જોતા પોલીસે એક્સપ્રેસ-વે બંધ કરી દીધો છે. તે ઉપરાંત રેડ ફોર્ટની તરફ જનાર બંને રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું કે છત્તા રેલ અને સુભાષ બંને સાઇડથી બંધ છે.
ગુરૂગ્રામાથી દિલ્હી જનાર હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. રજોકરી બોર્ડર પર દિલ્હી પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી છે અને તેના લીધે ગાડીઓની લાંબી લાઇન લાગી ગઇ છે.
દિલ્હી-ગુરૂગ્રામ બોર્ડર પર ભારે જામ
ખેડૂતોના ભારત બંધના લીધે દિલ્હી-ગુરૂગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ છે અને ગાડીઓની લાંબી લાઇનો લાગી છે.
ગાજીપુર બોર્ડ પાસે ટ્રાફિક જામ
ખેડૂતો તરફથી બોલાવવામાં આવેલા ભારત બંધના લીધે ગાજીપુર બોર્ડર પાસે ઇન્દીરાપુરમ ગૌર ચોક પર ગાડીઓની લાંબી કતાર લાગી ગઇ છે અને લોકો જામમાં ફસાયા છે. લોકોનું કહેવું છે કે ગત 10 મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે પરેશાન છે. રાજકારણ માટે લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
પંડિત શ્રીરામ શર્મા મેટ્રો સ્ટેશન બંધ
ખેડૂતોના ભારત બંધને જોતાં દિલ્હી મેટ્રોની ગ્રીન લાઇટના પંડિત શ્રી રામ શર્મા મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ બંધ (Entry/exit for Pandit Shree Ram Sharma has been closed) રાખવામાં આવી છે.
NDHM: હવે બધાનો હશે યૂનિક હેલ્થ ID, PM મોદી કરશે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત
ભારત બંધ પર રાહુલ ગાંધીનું ટ્વીટ
કૃષિ કાયદા વિરૂદ્ધ બોલાવવામાં આવેલા ભારત બંધને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે. પરંતુ શોષણકાર સરકારને આ પસંદ નથી. એટલા માટે #आज_भारत_बंद_है. #IStandWithFarmers.'
Taarak Mehta ની રીટા રિપોર્ટરને ચઢ્યો બોલ્ડનેસનો નશો, ભૂલી ગઇ પેન્ટ પહેરવાનું!
યૂપી ગેટ
દિલ્હીની તરફ આવનાર તમામ ટ્રાફિક વાયા મહારજપુર, સીમાપુરી, તુલસી નિકેતનથી થઇ આગળ મોકલવામાં આવ્શે.
લોની બોર્ડર ઇદ્રાપુરી
લોની બોર્ડર તરફ અને આજથી દિલ્હી તરફ જનાર સમસ્ત ટ્રાફિકને વાયા લોની તિરાહા, ટીલા મોડ, ભોપુરા થઇને દિલ્હીની તરફ મોકલવામાં આવે.
મોદીનગર રાજચૌપાલા
મેરઠ તરફથી આવનાર સમસ્ત ટ્રાફિક પરતાપુર મેરઠથી જ મેરઠ-દિલ્હી એક્સપ્રેસ વે પર વાળી દેવામાં આવશે. મેરઠ તરફથી આવનાર બાકી ટ્રાફિક કાદરાબાદ મોહિદ્દીનપુરથી હાપુડ તરફ મોકલવામાં આવશે. ગાજિયાબાદથી મેરઠ જનાર તમામ ટ્રાફીક મુરાદનગર ગંગનહરથી નિવાડી તરફ મોકલવામાં આવશે.
ડાસના પેરિફેરલ વે
યૂપી પોલીસના અનુસાર સોમવારે હાપુડ અને ગાજિયાબાદથી પેરિફેરલ વે પર ટ્રાફિક ચઢશે નહી. લોકો ડાસના અથવા નોઇડા થઇને પોતાની મંજિલ પર જઇ શકશે. તો બીજી તરફ નોઇડાથી આવનાર ટ્રાફિક ગાજિયાબાદ તરફથી ઉતરીને એનએચ-9 થઇને પોતાની મંજિલ પર પહોંચી શકશે.
HUID: તહેવારો પહેલાં જ્વેલર્સ માટે જરૂરી સમાચાર! Gold Hallmarking ના નિયમો પર આવ્યું મોટું અપડેટ
હાપુડ ચુંગી-સીબીઆઇ એકેડમી
જૂના બસ અડ્ડા તરફથી આવનાર તમામ ટ્રાફિક આરડીસી ફ્લાઇ ઓવરથી ઉતરીને જમણી તરફ વળીને વાયા આરડીસી, હિંટ ચોક, આલ્ટ સેંટર, વિજળી ઘર, એનડીઆરએફ થઇને હાપુડ તરફ જઇ શકશે.
દુહાઇ પેરિફેરલ ટોલ પ્લાસ
મેરઠ તરફથી આવનાર ટ્રાફિક પેરિફેરલ વે ચઢી શકશે નહી. તેમણે વાયા એએલટી ચોક, મેરઠ તિરાહા થઇને પોતાની મંજિલ તરફ જવું પડશે. દુહાઇથી કોઇપણ વાહન પેરિફેરલ વે દ્વારા ડાસના તરફ જઇ શકશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube