ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં હાલ દીપડાના આતંકથી લોકો ખુબ પરેશાન છે. દીપડો અવારનવાર ગ્રામીણોના પશુઓ અને તેમના પર હુમલો કરે છે. આજુબાજુના લગભગ 24 ગામના રહીશો ડરના ઓછાયામાં જીવવા માટે મજબૂર છે. જો કે સ્થાનિક લોકોએ હવે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ રસ્તો શોધી કાઢ્યો છે. અનેક લોકો એક સાથે ભેગા થઈને ખેતર અને બગીચાઓમાં જાય છે અને ત્યાં પોતાના ફોનમાં ફૂલ વોલ્યુમમાં અભિનેતા સની દેઓલના ડાઈલોગ અને સિંહની ગર્જનાનો અવાજ વગાડે છે. દીપડો ભગાડવાની આ રીત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નવાઈની વાત એ છે કે લોકોને આ દીપડો ભગાડવાની આ રીત કામે પણ લાગી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રામીણોના જણાવ્યાં મુજબ મોબાઈલમાંથી સિંહની ગર્જનાનો અવાજ આવતા જ દીપડો ભાગવા માટે મજબૂર થઈ જાય છે. જિલ્લામાં અનેક દીપડા છે. જે ગ્રામીણોના પાળતું જાનવરોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે વન વિભાગ તે દીપડાઓને શોધવા માટે ડ્રોનની મદદ લઈ રહ્યું છે. બીજી બાજુ સ્થાનિક લોકોએ ખૂંખાર જાનવરને ભગાડવા માટે સની દેઓલનો સહારો લીધો છે. સની દેઓલના ફિલ્મી ડાઈલોગ સ્થાનિક ખેડૂતોને આ સમસ્યાના ઉકેલ માટે મદદરૂપ બની રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube