નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હજારો ખેડૂતોએ (Farmers) પોતાની માગણીઓને લઈને આજે દિલ્હી(Delhi) તરફ કૂચ શરૂ કરી છે.  ભારતીય ખેડૂત સંગઠનની આ પદયાત્રા 11 સપ્ટેમ્બરના રોજ સહારનપુરથી શરૂ થઈ હતી જે ગુરુવારે સાંજે નોઈડા (Noida) પહોંચી હતી. ખેડૂતોની આ માર્ચ ભારતીય ખેડૂત સંગઠન અને કૃષિ મંત્રાલયના નિષ્ફળ ગયા બાદ શરૂ થઈ છે. યુપીના હજારો ખેડૂતો કરજમાફી અને બાકી રકમની ચૂકવણી સહિત 12 સૂત્રીય માગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે. આ માટે હજારો ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી અને પગપાળા કૂચ કરીને દિલ્હી-યુપી બોર્ડર પહોંચી રહ્યાં છે. પોતાની માગણીઓ પર મક્કમ આ  ખેડૂતો અહીં વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે. યુપી પોલીસની સાથે સાથે દિલ્હી પોલીસ પણ સતર્ક છે. દિલ્હીના ઈસ્ટ રેન્જના જોઈન્ટ સીપીના જણાવ્યાં મુજબ ખેડૂતો આજે દિલ્હીના કિસાન ઘાટ સુધી માર્ચ કરી રહ્યાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...