નવી દિલ્હીઃ દેશમાં વધતા કોરોના કેસ અને રાજ્ય સરકારો તરફથી લાગૂ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને કિસાનોએ 26 મેએ થનાર રાષ્ટ્રીય આંદોલનને ટાળી દીધું છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમે કાલે કાળા ઝંડા ફરકાવશું. રાકેશ ટિકૈતે કહ્યુ કે, દેશમાં કોઈ પ્રકારનું આંદોલન કે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. ટિકૈતે કહ્યુ કે, કોઈ કિસાન દિલ્હી તરફ માર્ચ કરશે નહીં. કિસાન નેતાએ કહ્યુ કે, જે લોકો જ્યાં હશે ત્યાં કાળા વાવટા ફરકાવશે. અમને આંદોલન કરતા છ મહિના થઈ ગયા છે, પરંતુ સરકારે ત્રણ કાળા કાયદા પરત લીધા નથી. રાકેશ ટિતૈકે કહ્યુ કે, કિસાનો તરફથી 26 મેને બ્લેક ડે તરીકે મનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા રવિવારે રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે કિસાન સંગઠન કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે. પરંતુ આ સાથે તેમણે એકવખત એજ વાત કરી કે દત્રણેય કૃષિ કાયદા પરત લેવાના મુદ્દા પર વાત થશે. તેમણે કહ્યું કે માંગ પૂરી થયા વગર કિસાનોની ઘર વાપસીનો કોઈ સવાલ ઉઠતો નથી. મોહાલીમાં મીડિયા સાથે વાત કરતા ટિકૈતે આ વાત કહી હતી. તે શહીદ-એ-આઝમ ભગત સિંહના ભત્રીજા અભય સિંહ સંધૂના મોત પર પરિવાર સાથે મુલાકાત કરવા જઈ રહ્યા હતા. સંધૂનું મોત કોરોના સંક્રમણને કારણે થયુ છે. 


Black Fungus સંક્રમણની પાછળ સામે આવ્યું નવુ કારણ, આ દવા હોઈ શકે છે જવાબદાર


ત્રણેય કૃષિ બિલો સહિત અનેક મુદ્દા પર કિસાનોની સરકાર સાથે વાતચીત થઈ છે, પણ હજુ કોઈ સમાધાન થયું નથી. મહત્વનું છે કે 26 જાન્યુઆરીએ ગાઝીપુર બોર્ડર પર ભારે પોલીસ ભેગી થવા પર ટિકૈત ભાવુક થઈ ગયા હતા. ત્યારબાદથી આંદોલને ફરી વેગ પકડ્યો હતો. આ ઘટના બાદ રાકેશ ટિકૈત ખેડૂત આંદોલનનો ચહેર બની સામે આવ્યા હતા. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube