નવી દિલ્હી: તબલીગી જમાતાના મુખિયસ મૌલાના મોહંમદ સાદ (Mohammad Saad)ની પર્સનલ જીંદગી વિશે અમે તમને જણાવીએ. સમાજ માટે તો મોહમંદ સાદ ફક્ત એક મૌલાના છે જે ઇસ્લામનો પ્રચાર-પ્રસાર કરનાર સંસ્થા તબલીગી જમાત ચલાવે છે. પરંતુ મોહંમદ સાદની અસલ જીંદગીની કહાની કંઇક અલગ જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે એક વીડિયો મળ્યો છે જેના વિશે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વીડિયો મોહમંદ સાદના હાર્મહાઉસનો છે. મોહમંદ સાદ એક મૌલાના હોવાછતાં એશો-આરામથી રહે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મોહમંદ સાદ પાસે એક મોટું ફાર્મહાઉસ છે. જે ઘણા એકરમાં બનાવેલુ છે. મોહમંદ સાદે ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. 


આ ઉપરાં વીડિયોમાં જોઇ શકાય છે કે ફાર્મ હાઉસની અંદર એક શાનદાર બંગલો છે. મોહમંદ સાદ પાસે ઘણી મોંઘી ગાડીઓ પણ છે. જેમાં તેની મનપસંદ કાર મર્સડીઝ પણ છે જે તેના ફાર્મ હાઉસમાં ઉભેલી જોઇ શકાય છે.  


મોહમંદ સાદના પુત્રને સ્પોર્ટ્સ બાઇક ખૂબ પસંદ છે. સાદને પક્ષીઓ ખૂબ ગમે છે, તેના ફાર્મ હાઉસમાં વન્યજાતિના વિલુપ્ત પ્રજાતિના સફેદ પક્ષી પણ છે. મોહંમદ સાદના ફાર્મહાઉસની અંદર ઓર્ગેનિક ફાર્મિગ કરવાની પણ વ્યવસ્થા પણ છે.  


મૌલાના સાદનો ગુનો શું છે
જમાતિઓને અલ્લાહના નામે મરકજમાં આવવા માટે મજબૂર કર્યા. મરકજમાં ન આવતાં અલ્લાહનો ગુસ્સો વધવાનો હવાલો આપ્યો. કોરોના સંક્રમિત વિદેશીઓની જાણકારી સંતાડી. મસ્જિદોને આબાદ કરવાની તક ગણાવી. સરકાર પોલીસના કહેવા છતાં મરકજ ન ખાલી કરવા પર અડી રહ્યો.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube