નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah)ને સોમવારે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ(PSA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યાં. એટલું જ નહીં જે સ્થળ પર અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ દ્વારા અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવી છે. પીએસએ હેઠળ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેસ દાખલ થયા વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાં કાશ્મીર મુદ્દે સુનાવણી, વાઈકોની અરજી પર કેન્દ્રને પાઠવી નોટિસ


જ્યારથી ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવી ત્યારથી શ્રીનગરથી લોકસભા સાંસદ ફારુક અબ્દુલ્લા 5 ઓગસ્ટથી તેમના ઘરમાં નજરકેદ છે. 


કલમ 370: જરૂર પડી તો હું પોતે કાશ્મીર જઈશ: CJI રંજન ગોગોઈ


હાલમાં જ નેશનલ કોન્ફરન્સના સાંસદોને ફારુક અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ એ પ્રતિબંધ સાથે કે તેઓ મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...