શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ ચૂંટણી રેલીમાં ફરી એક વખત ભાજપ સામે આક્રવક વલણ દેખાડ્યું છે. મંગળવારે તેમણે સરકારને ધારા 370 અને અનુચ્છેદ 35-એ ને રદ્દ કરવાનો પડકાર ફેંકતા જણાવ્યું કે, "તેનાથી રાજ્ય અને ભારત વચ્ચેના સંબંધો સમાપ્ત થઈ જશે."  ફારૂક અબ્દુલ્લાએ ગાંદરબલમાં એક ચૂંટણી સભા દરમિયાન જણાવ્યું કે, "તેઓ ધારા-370 અને 35-એને હાથ તો લગાવીને જૂએ."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, જો તેઓ એમ કહે છે કે બંધારણીય જોગવાઈ અસ્થાયી છે તો વિલય પણ અસ્થાયી છે. તેમણે તેના માટે તૈયાર રહેવું પડશે. ફારૂક અબ્દુલ્લા બોલ્યા, "અમિત શાહ અને અરૂણ જેટલીએ જણાવ્યું છે કે, તેઓ અનુચ્છેદ 35-એ અને ધારા-370ને રદ્દ કરી નાખશે. કરી જૂઓ. અમે પણ જોઈશું કે તેઓ આમ કેવી રીતે કરી શકે છે."


મોદી ભારતને 'હિન્દુ રાષ્ટ્ર' બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ એચ.ડી. દેવેગૌડા


અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું કે, "જો ધારા 370 સમાપ્ત થઈ જાય છે તો જમ્મુ-કાશ્મીર અને નવી દિલ્હી વચ્ચેના સંબંધો પણ સમાપ્ત થઈ જશે." પીએમ મોદી પર નિશાન સાધતા અબ્દુલ્લાએ જણાવ્યું કે, "તેઓ દેશને ચલાવા માટે સક્ષમ એકમાત્ર વ્યક્તિ નથી. તેઓ એક અભિનેતા છે અને મેં આજ સુધી આવો અભિનેતા ક્યારેય નથી જોયો. જો પુલવામા હુમલો થયો ન હોત તો તેની(મોદી)ની હાર પાકી હતી."


PM મોદીના સમર્થનમાં નિવેદન આપી ફસાયા રાજ્યપાલ કલ્યાણસિંહ


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...