શ્રીનગર : નેશનલ કોન્ફરન્સ (એનસી) નેતા ફારુક અબ્દુલ્લાએ પુલવામા આતંકવાદી હુમલા અને શક્તિ મિશનના મુદ્દે કેન્દ્રની મોદી સરકારનાં દાવાઓ પર સવાલ ઉઠાવ્યો છે. છત્તીસગઢનાં શહીદ જવાનોનો ઉલ્લેખ કરતા ફારુકે કહ્યું કે, તેમને પુલવામાં 40 જવાનોનાં શહીદ થવા અંગે પણ શંકા છે.  ફારુકે શક્તિ મિશન મુદ્દે પણ વડાપ્રધાનને ઘેર્યા હતા અને કહ્યું કે, વાસ્તવમાં આનો શ્રેય પૂર્વ પીએમ મનમોહન સિંહને જવો જોઇએ. 


કોર્ટે કહ્યું ભરણપોષણ ચુકવો, પતિએ કહ્યું રાહુલનાં 72000 માંથી ચુકવી દઇશ !

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લે્ખનીય છે કે, ગત્ત દિવસોમાં પુલવામા આતંકવાદી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા.  ત્યાર બાદ ભારતીય સેનાએ બાલકોટમાં એરસ્ટ્રાઇક કરીને તેનો બદલો લીધો હતો. જો કે વિપક્ષનાં અનેક નેતાઓએ આ એરસ્ટ્રાઇક પર શંકા વ્યક્ત કરી હતી. હવે ફારુકે શહીદ જવાનોની સંખ્યા અંગે પણ શંકા વ્યક્ત કરી છે. 
પુણેમાં ચાલતું હતું મેટ્રોનું ખોદકામ, એન્જીનિયરોને જમીન નીચે દેખાયો અદ્ભુત નજારો



શક્તિ મિશનના મુદ્દે વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા ફારુકે કહ્યું કે, તેઓ મિસાઇલ જે તેમણે  સેટેલાઇટને મારવા માટે છોડ્યો હતો તેઓ મનમોહન સિંહ સરકાર દરમિયાન તૈયાર થયો હતો.વડાપ્રધાન મોદી અનેક એવી યોજનાઓનો શ્રેય લઇ રહ્યા છે જે અગાઉની યુપીએ-2 સરકાર દરમિયાન ઘડાઇ હતી.