શ્રીનગર : બોલિવુડ અભિનેત્રી જાયરા વસીમે ઇસ્લામનો હવાલો ટાંકીને ફિલ્મોને અલવીદા કહ્યાની ઘટના બાદ આ મુદ્દો ભારે વિવાદિત બની ચુક્યો છે, દરેક વ્યક્તિ અલગ અલગ દલીલો કરી રહ્યું છે. બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારુક અબદુલ્લાનું કહેવું છે કે ઇસ્લામ ખુબ જ લિબરલ ધર્મ છે, તે અમને કોઇ પણ કામ કરતા અટકાવતું નથી. તેમણે કહ્યું કે, જાયરાનો ફિલ્મો છોડવાનો નિર્ણય યોગ્ય નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવર્ણોને 10% અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં હવે 16 જુલાઇએ સુનાવણી હાથ ધરાશે
જો કે આ સાથે ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, શું ખબર જાયરાનાં બોયફ્રેંડ અથવા થનારા પતિએ તેને ફિલ્મો છોડવા માટે જણાવ્યું હોય.  અબ્દુલ્લાએ કહ્યું કે, જો હું તેમને ક્યાંય પણ મળીશું તો હું તેમને જરૂર જણાવીશ તો તેમને જરૂર કહીશ કે તેઓ ઘણુ સારુ કામ કરી રહ્યા હતા. તેના નિર્ણયની ટીકા કરવાની સાથે સાથે ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, તેમની પર્સનલ ચોઇસ છે. તેમણે કહ્યું કે, બોલિવુડમાં કામ કરવાથી કોઇ બિન મુસ્લિમ નથી બની જતું. 


ટ્વીટર પર એક્ટિવ થયા RSS ચીફ મોહન ભાગવત, થોડા જ કલાકોમાં સેંકડો followers
મગજના તાવના કારણો અંગે કોઇ જ માહિતી નહી હોવાનો નીતીશનો વિધાનસભામાં એકરાર
દંગલ ગર્લનાં નામે પ્રખ્યાત જાયરા વસીમે રવિવારે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરતા બોલિવુડ છોડવાની વાત કરી હતી. જો કે ત્યાર બાદ તેનાં મેનેજરે એવી પણ જાહેરાત કરી હતી કે તેનું ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા હેક કરી લેવામાં આવ્યું હતું. જો કે હાલ તો આ મુદ્દે જાહીરા વસીમ દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે હાલ અસંમજસની સ્થિતી પેદા થઇ છે.