VIDEO: ફારુક અબ્દુલ્લાએ કહ્યું 370 અસ્થાયી હોય તો ભારતમાં કાશ્મીર વિલય પણ અસ્થાયી
અબ્દુલ્લાએ કહ્યું કે, તે સમયે કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમા જનમત સંગ્રહ થશે અને જનતા નિશ્ચિત કરશે કે ભારત અથવા પાકિસ્તાનમાંથી કોની સાથે જવાનું છે
નવી દિલ્હી : નેશનલ કોન્ફરન્સ (એનસી) ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ કલમ 370 અંગે વધારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સીના અનુસાર ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જો કલમ 370 અસ્થાયી છે તો કાશ્મીર પર ભારતનુ સંપાદન પણ અસ્થાયી છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં મહારાજાએ જ્યારે તેનો સ્વિકાર કર્યો ત્યારે તે પણ અસ્થાયી હતો. અબ્દુલ્લાએ કહ્યું કે, તે સમયે કહેવામાં આવ્યું હતું કે, કાશ્મીરનમાં જનમત સંગ્રહ હશે અને જનતા નિશ્ચિત કરશે કે ભારત અથવા પાકિસ્તાનમાંથી કોની સાથે જવાનું છે. તેમણે કહ્યું કે, જ્યારે એવું નહી થાય તો કલમ 370ને કઇ રીતે હટાવી શકે છે.
PM મોદીની આયુષ્માન બદલે કમલનાથ લાવશે મહા આયુષ્માન, આ ફાયદો થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાં સીમા પર રહેવા માટે અનામત અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવા અંગે પ્રસ્તાવને રજુ કરવામાં આવ્યું. આ પ્રસ્તાવ અંગે ભાજપને ત્યારે મોટી રાહત મળી, જ્યારે ટીએમસી અને બીજદ તથા વાઇએસઆરસીપી જેવી પાર્ટીઓએ તેને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી.
PM મોદી સાથે અનુપમ ખેરની મુલાકાત, કહ્યુ મારા માટે સૌભાગ્યની વાત
PM મોદીની આયુષ્માન બદલે કમલનાથ લાવશે મહા આયુષ્માન, આ ફાયદો થશે
વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા સવાલોનાં જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, અમે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માત્ર સુરક્ષાની દ્રષ્ટીથી વધારવા માટે કહી રહ્યા છીએ. અમારી પાસે પહેલાથી જ 16 રાજ્ય છે, એવામાં વિપક્ષનો તે આરોપ કે અમે રાષ્ટ્રપતિ શાસન દ્વારા કાશ્મીરમાં શાસન કરવા માંગે છે, સંપુર્ણ ખોટું છે. આ વિવાદ બાદ રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવાની સાથે જ સીમા પર રહેનારાઓને અનામત આપનારા વિધેયકને સર્વસંમતીથી મંજુરી આપી દીધું છે.
J&K માં 6 મહિના માટે વધ્યું રાષ્ટ્રપતિ શાસન, અનામત વિધેયકને રાજ્યસભાની મંજુરી
આતંકવાદની વિરુદ્ધ અમારી નીતિ જીરો ટોલરન્સની છે
આ અગાઉ અમિત શાહે વિપક્ષનાં સવાલો પર જવાબ આપતા કહ્યું, હું નરેન્દ્ર મોદી સરકારની તરફથી આ સદનમાં તમામ સભ્યો સુધી આ વાત કરવા માંગુ છું કે કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે અને તેને કોઇ દેશથી અલગ કરી શકે નહી. હું ફરી એકવાર કહીશ કે નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે. સરકાર માત્ર પરિવાર વાળાઓ માટે જ સીમિત ન રહેવી જોઇએ. સરકાર ગામ સુધી પહોંચવી જોઇએ. ચાલીસ હજાર પંચ, સરપંચ સુધી પહોંચવું જોઇએ અને તે લઇ જવાનું કામ અમે કર્યું.