શ્રીનગર: પુલવામા આતંકી હુમલામાં CRPFના 40 જવાનોની શહાદત પર જ્યાં એક બાજૂ સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓ આ વાતાવરણમાં પણ તક શોધી રહી છે. જમ્મૂ કાશ્મીરના મુખ્ય રાજકીય દળ નેશનલ કોન્ફરન્સ આ આતંકી હુમલા માટે સત્તાધારી ભાજપને આરોપી ગણાવે છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દૂલ્લાએ રવિવારે કહ્યું કે કાશ્મીરની જનતા પુલવામા હુમલા માટે જવાબદાર નથી અને જ્યાં સુધી કાશ્મીર મુદ્દાને રાજકીય સમાધાન મળશે નહીં ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે. અબ્દૂલાએ ઘાટીથી બહાર કાશ્મીરી વિદ્યાર્થીઓ અને વ્યાપારીઓ પર કથિત હુમલા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સામાન્ય માણસની હુમલામાં કોઇ ભૂમિકા નથી. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: J&K: સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટ ચાલુ, મેજર સહિત 4 જવાન શહીદ


NCના નેતાએ જમ્મૂમાં ફસાયેલા કાશ્મીરી લોકોના એક સમૂહને સંબોધન કરતા આ વાત કરી હતી. આ લોકો શુક્રવારના શહેરમાં કર્ફ્યૂ લાગાવ્યા બાદ તેમના ઘરની પાસે એક મસ્ઝિદમાં રહે છે.


હુમલા બાદ ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજીત સર્વદળીય બેઠકનો ઉલ્લેખ કરતા અબ્દૂલ્લાએ કહ્યું હતું કે, ‘મેં બેઠકમાં કહ્યું હતું કે, તેમાં અમારી ભૂલ નથી પરંતુ તમારી ભૂલ છે, કેમકે તમે અમારી અપેક્ષાઓને પૂરી કરી નથી.’


વધુમાં વાંચો: પહેલી મુસાફરીમાં ડોઢ કલાક મોડી પડી વંદે ભારત એક્સપ્રેસ: રાહુલે કર્યું શરમજનક ટ્વીટ


તેમણે કહ્યું હતું કે, ‘તમે અમારા બાળકોને નિશાન બનાવી રહ્યા છો અને અમારી સમસ્યાઓને વધારી રહ્યાં છો. અમે ખરાબ હાલાતમાં ફસાયેલા છીએ અને જે થયું તેના માટે અમે જવાબદાર નથી, કેમકે આવા સંગઠનો સાથે અમારો કોઇ સંબંધ નથી.’


નેશનલ કોન્ફરન્સે શાંતિની અપીલ કરી
નેશનલ કોન્ફરન્સના દક્ષિણ કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના કાફલા પર થયેલા આતંકી હુમલાના સંબંધમાં એક પ્રસ્તાવ જાહેર કર્યા બાદ તેની નિંદા કરી અને રાજ્યના લોકોને ભાઇચારો કાયમ રાખવા માટે અમન અને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.


વધુમાં વાંચો: કાશ્મીરમાં કાફલાના આવન જાવન દરમિયાન નિયમોમાં કરાયા ધરખમ ફેરફાર: DGનો નિર્ણય


નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો, જેમાં સામેલ થયેલા નેતાઓએ શરૂઆતમાં આત્મઘાતી હુમલાના શહીદોના સન્માનમાં 2 મિનિટનું મૌન રાખ્યું હતું.


પ્રસ્તામાં કહેવામાં આવ્યું છે કે, અમારી સંવેદના તે પરિવારો સાથે છે જેમણે આ કાયરતાપૂર્વક હુમલામાં તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને અમે તેમના દુખ અને પીડાને સમજીએ છીએ. NCએ લોકોને અમન અને શાંતિ બનાવી રાખવાની અપીલની સાથે શ્રદ્ધા અને ભાઇચારાની ઉચ્ચ પંરપરાઓને બનાવી રાખવાનો પણ આગ્રહ કર્યો છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...