નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra), સબ્યસાચી મુખર્જી (Sabyasachi Mukherjee) અને રિતુ કુમાર (Ritu Kumar) ને કેશના લેણદેણ મામલામાં સમન પાઠવ્યું છે. ઈડીએ થોડા વર્ષ પહેલા પંજાબના એક નેતા દ્વારા તેમને કરવામાં આવેલી ચુકવણીના મામલામાં પોતાનું નિવેદન નોંધાવવા માટે હાજર થવાનું કહ્યું છે. તપાસ સાથે જોડાયેલા ઈડીના એક સૂત્રએ સમાચાર એજન્સી આઈએએનએસને જણાવ્યું કે, ત્રણેય ફેશન ડિઝાઇનરોને ઈડીની સામે હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IT રિટર્નમાં કેશ લેતી-દેતીની જાણકારી નહીં
સૂત્રએ કહ્યું કે, ત્રણેય ડિઝાઇનરોને થોડા વર્ષ પહેલા એક લગ્ન સમારોહ માટે કપડા ડિઝાઇન કરવા માટે પંજાબના એક નેતાએ કેશ પેમેન્ટ કર્યું હતું. સૂત્રોએ કહ્યું, તેમના આઈટી રિટર્નમાં કેશ વહીવટનો રેકોર્ડ મળ્યો નથી. તેથી તેને પોતાનો પક્ષ રાખવા બોલાવવામાં આવ્યા છે. પરંતુ સૂત્રએ પંજાબના આ નેતાનું નામ જણાવ્યું નથી. 


આ પણ વાંચોઃ J&K: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે ગુરૂવારે પીએમ મોદીની બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા


વિશ્વભરમાં પ્રખ્યાત છે ફેશન ડિઝાઇનર
મનીષ મલ્હોત્રા, સબ્યસાચી મુખર્જી અને રિતુ કુમાર ભારતની સાથે-સાથે અન્ય દેશોમાં પોતાના ડિઝાઇનર કલેક્શન માટે ખુબ ફેમસ છે. ઘણા કોર્પોરેટ અને બોલીવુડ સેલિબ્રિટીઝ તેની ડિઝાઇનના કપડા પહેરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube