Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા દરમિયાન નહીં મળે પિઝ્ઝા, બર્ગર, મેગી જેવા ફાસ્ટફૂડ, યાત્રીઓ માટે હશે આવી ભોજન વ્યવસ્થા
Amarnath Yatra 2023: અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા માટે નવું ફૂડ મેનુ જાહેર કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા 2023 માં દારૂ, માસાહાર, તમાકુ, ગુટખા, પાન મસાલા વગેરે પર પ્રતિબંધ છે.
Amarnath Yatra 2023: 1 જુલાઈ 2023 થી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા શરૂ થાય તે પહેલા જ અમરનાથ માર્ગ ઉપર યાત્રીઓ માટે વ્યવસ્થા ઉભી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અમરનાથ યાત્રામાં સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત અને તૈયારીઓની સમીક્ષા ગૃહમંત્રી અમિત શાહે પણ કરી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે તીર્થયાત્રીઓને દર્શન કરવામાં કોઈ સમસ્યા નડે અને આરામથી તેઓ દર્શન કરે.
અમરનાથ યાત્રીઓ માટે રહેવા માટે વ્યવસ્થા, વીજળી, પાણી સંચાર અને સ્વાસ્થ્ય સહિતની આવશ્યક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા માટે આવતા દરેક તીર્થયાત્રિને રેડિયો ફ્રિકવન્સી આઈડી કાર્ડ આપવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે તેમના વાસ્તવિક સ્થાન વિશે જાણકારી મેળવી શકાય.
આ પણ વાંચો:
Haridwar ફરવા જવાનું પ્લાનિંગ હોય તો જાણો નવા નિયમ, ટુંકા કપડા પહેરનાર માટે No Entry
27 વર્ષ પછી ભારતમાં થશે 'મિસ વર્લ્ડ' સ્પર્ધાનું આયોજન, 130 દેશની યુવતીઓ લેશે ભાગ
'ભૂતિયા' મંદિરો! મંદિરમાં પ્રવેશતા જ સંભળાશે ચીસાચીસ અને બુમરાણ, છૂટી જશે કંપારી
યાત્રીઓને મળશે પાંચ લાખનું વીમા કવરેજ
દરેક અમરનાથ યાત્રી માટે 5 લાખ રૂપિયાનું અને પશુ માટે 50000 રૂપિયાનું વીમા કવરેજ સુનિશ્ચિત કરવામાં આવશે. આ સિવાય યાત્રાના માર્ગ ઉપર ટેન્ટ સીટી, વાઇફાઇ હોટસ્પોટ અને યોગ્ય લાઈટ રહે તેની વ્યવસ્થા કરવામાં આવશે. પવિત્ર અમરનાથ ગુફામાં સવારની અને સાંજની જ આરતી થશે તેનું લાઈવ પ્રસારણ તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ
અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા માટે નવું ફૂડ મેનુ જાહેર કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા 2023 માં દારૂ, માસાહાર, તમાકુ, ગુટખા, પાન મસાલા વગેરે પર પ્રતિબંધ છે. આ સિવાય છોલે ભટુરે, પૂરી, પીઝા, બર્ગર, પરાઠા, ઢોસા, ફ્રાઇડ રોટી, બ્રેડ બટર, અચાર, ચટણી, ફ્રાઈડ પાપડ, ચાવમીન, ફ્રાઈડ રાઈસ જેવા કોઈપણ પ્રકારના જંક ફૂડ ખાવાની પણ અનુમતિ નથી. ફાસ્ટ ફૂડ ઉપરાંત હલવો, જલેબી, ગુલાબજાંબુ, લાડુ, મીઠાઈઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ કોલ્ડ્રીંકના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે.
અમરનાથ યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓને કપરો યાત્રા માર્ગ પસાર કરવાનો હોય છે તેથી અનહેલ્ધી ખાદ્યપદાર્થોથી તેમણે દુર રહેવું જરૂરી છે. અમરનાથ યાત્રામાં જે ફૂડ મેનુને મંજૂરી આપવામાં આવી છે તેમાં ભાત, પોહા, શેકેલા ચણા, ઉત્તપમ, ઈડલી, દાળ-રોટી, ચોકલેટ, ખીર, ઓટ્સ, ડ્રાયફ્રૂટ્સ, મધ અને બાફેલી મીઠાઈઓનો સમાવેશ થાય છે.