બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી કળિયુગને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પુત્રીના પ્રેમમાં પડેલા સાવકા પિતાએ તેની માતાની કરપીણ હત્યા કરી નાખી છે. આ હત્યા માત્ર મિલકતની વહેંચણી માટે કરવામાં આવી છે જેથી બંને લક્ઝરી લાઈફ જીવી શકે. 27 ડિસેમ્બરે મહિલાની હત્યા કરવામાં આવી હતી અને હવે પોલીસે આ કેસ ઉકેલી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતા પર કરાવ્યો હુમલો
પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં સામે આવ્યું કે સાવકા પિતા અને પુત્રી વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. તેથી જ બંનેએ સાથે મળીને એક યુક્તિ કરી અને વૈભવી જીવન જીવવા માટે શ્રીમંત માતાની હત્યા કરી નાંખી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 38 વર્ષીય અર્ચના રેડ્ડીની 27 ડિસેમ્બરની રાત્રે હત્યા કરવામાં આવી હતી. કેટલાક લોકો અર્ચનાને તેની કારમાંથી ખેંચીને લઈ ગયા અને તેના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.


સાવકા પિતા સાથે લગ્ન કરવા માંગતી હતી પુત્રી
પોલીસે ગુરુવારે આ ઘટનામાં મોટો પર્દાફાશ કર્યો હતો અને મહિલાના બીજા પતિ નવીન કુમાર (33) અને મહિલાની પુત્રી યુવિકા રેડ્ડી સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. ડીસીપી સાઉથ ઈસ્ટ શ્રીનાથ એમ જોશીએ અગાઉ જણાવ્યું હતું કે આરોપીઓએ અર્ચના રેડ્ડીની મિલકત મેળવવા અને વૈભવી જીવન જીવવા માટે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જો કે, તપાસમાં જાણવા મળ્યું કે નવીન અને યુવિકા પ્રેમમાં પડ્યા હતા અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને લગ્ન કર્યા પછી ભવ્ય જીવન જીવવા માંગતા હતા.


શ્રીમંતની પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો નવીન
પોલીસે જણાવ્યું કે મહિલાનો બીજો પતિ નવીન કુમાર જિમ ટ્રેનર છે અને તેણે યુવતીને મોડલ બનાવવાનું વચન આપ્યું હતું. યુવિકા બી.કોમ.ની સ્ટુડન્ટ છે અને નવીન સાથે જીમમાં ટ્રેનિંગ લઈ રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે મહામારી દરમિયાન જીમ બંધ થયા બાદ નવીન તેને ઘરે તાલીમ આપી રહ્યો હતો. અર્ચનાને પ્રથમ લગ્નથી એક પુત્રી અને એક પુત્ર હતો. તેમના સ્વર્ગસ્થ પિતા રિયાલ્ટાર હતા અને તેમની પાસે બેંગલુરુના જિગની વિસ્તારમાં 40 કરોડ રૂપિયાની સંપત્તિ હતી.


માતાને દીકરીના સંબંધની ખબર પડી
હવે તમને જણાવી દઈએ કે અર્ચનાને પુત્રી અને પતિના અફેરની જાણ થતાં જ ત્રણેય વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. તેણે તેનો વિરોધ કર્યો. અર્ચનાએ નવેમ્બરમાં નવીન સામે દહેજનો કેસ પણ નોંધાવ્યો હતો. તે દરમિયાન, મહિલાએ તેની પુત્રીને કહ્યું કે જો તે તેના સાવકા પિતા સાથે સંબંધ ચાલુ રાખશે તો તે તેની પૈતૃક સંપત્તિમાંથી કાઢી મૂકશે. અર્ચનાએ નવીનના ઘરે ગુંડાઓ મોકલીને તેને તેની પુત્રીથી દૂર રહેવા અને તેને પરત મોકલવાની ચેતવણી આપી હતી. પરંતુ તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે તેને છૂટાછેડા આપીને યુવિકા સાથે લગ્ન કરશે.


વૈભવી જીવન જીવવામાં આવી રહી હતી સમસ્યાઓ
માતા સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે, પુત્રી અને સાવકા પિતા વૈભવી જીવન જીવી શકતા ન હોતા કારણ કે જીમ ટ્રેનર નવીનનો પગાર 25,000 રૂપિયા હતો અને લોકડાઉન દરમિયાન જીમ પણ બંધ હતી. ત્યારબાદ બંને વચ્ચે આર્થિક સંકટ ઊભું થયું અને પછી અર્ચનાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું. પોલીસે ઘટનાની તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે. આ ઉપરાંત આરોપીઓને પણ કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પત્નીની હત્યા બાદ નવીને કથિત રીતે યુવિકાને ફોન કરીને હત્યાની જાણકારી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube