બિહારના અરરિયા જિલ્લાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ગુસ્સામાં તલવાર લહેરાવતો જોવા મળે છે. યુવક હાથમાં તલવાર લઈને શાળાએ પહોંચ્યો છે અને શિક્ષકો પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યો છે. એટલું જ નહીં તે હેડમાસ્ટર સાથે ગાળાગાળી કરી રહ્યો છે અને કહે છે કે આ તલવારથી કાપી નાખીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે શાળામાં પોતાના  બાળકને પોષાક અને પુસ્તકોની રકમ નહીં મળતા યુવક ગુસ્સે ભરાયો અને તલવાર લઈને શાળાએ પહોંચી ગયો. તલવાર લહેરાવતા સ્કૂલના હેડમાસ્ટર સાથે ગાળાગાળી કરીન અને તલવારથી કાપી નાખવાની ધમકી પણ આપી દીધી. 


આ ઘટના અરરિયાના જોકીહાટના ભગવાનપુર ઉત્ક્રમિત મધ્ય વિધ્યાલયની છે. યુવકે ખુલ્લી તલવાર લઈને શાળામાં ધિંગાણું મચાવતા ભીડ ભેગી થઈ ગઈ અને તેમાંથી કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 2 દિવસ પહેલાની હોવાનું કહેવાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube