કાશ્મીર મુદ્દે રાહુલ ગાંધીએ સૂર બદલ્યા તો પાકિસ્તાનના મંત્રી ભડકી ગયા, આપ્યું `આ` નિવેદન
રાહુલ ગાંધીએ આજે પાકિસ્તાનને આતંકવાદ અને કાશ્મીર મુદ્દે જે ફટકા માર્યા તેનાથી પાકિસ્તાન હવે અકળાયું છે. પાકિસ્તાનના મંત્રી ફવાદ હુસૈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ આજે પાકિસ્તાનને આતંકવાદ અને કાશ્મીર મુદ્દે જે ફટકા માર્યા તેનાથી પાકિસ્તાન હવે અકળાયું છે. પાકિસ્તાનના મંત્રી ફવાદ હુસૈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ફવાદ હુસેને ટ્વીટ કરીને કહ્યું કે 'તમારા રાજકારણની સૌથી મોટી સમસ્યા કન્ફ્યુઝન છે. જરા યથાર્થની નજીક જઈને સ્ટેન્ડ લો. તમારા પરદાદા(પંડિત નહેરુ)ની જેમ સ્ટેન્ડ લો. જે ભારતીય પંથનિરપેક્ષતા અને ઉદાર વિચારોના પ્રતિક છે. આ સાથે જ ફવાદે શાયરાના અંદાઝમાં રાહુલ પર કટાક્ષ કર્યો. 'યે દાગ-દાગ ઉજાલા યે શબ-ગઝીદા સહર, વો ઈન્તેજાર થા જિસકા યે સહર તો નહીં.'
કાશ્મીર મામલે હવે રાહુલના બદલાયા સૂર, પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું- 'તે ભારતનો આંતરિક મુદ્દો'
વાત જાણે એમ છે કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ આ મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીના એક નિવેદને એટલો હોબાળો મચાવ્યો કે હવે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. આ સાથે જ તેમણે આ મામલે પાકિસ્તાન કે અન્ય કોઈ પણ દેશ માટે હસ્તક્ષેપ કરવાનો સવાલ જ નથી. આ બાજુ આતંકવાદના સમર્થક પાકિસ્તાનને પણ તેમને બરાબર ફટકાર લગાવી છે. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં હિંસા એ પાકિસાતન પ્રાયોજિત છે. રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી આ વાત કરી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...