મુંબઇ: 26 નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા માટે જે ભારતીય વ્યક્તિએ અજમલ કસાબ સહિત 10 હુમલાવરોને હિંદી શિખવાડી હતી, તે આતંકવાદીએ જ બે વર્ષ પહેલાં સાઉદી અરબના તટીય શહેર જેદ્દામાં અમેરિકી કોંસુલેટની બહાર આત્મઘાતી હુમલો કર્યો. તેના ડીએનએ મળતાં હવે સ્પષ્ટ થઇ ગયું છે કે મહારાષ્ટ્રના બીડના રહેવાસી ફયાજ કાગજી હતો. ચાર જુલાઇ 2016ના રોજ સાઉદી અરબના આ શહેરમાં અમેરિકી કોંસુલેટની બહાર થયેલા આત્મઘાતી હુમલામાં બે સુરક્ષા અધિકારી ઘાયલ થયા અને કાગજીનું મોત થઇ ગયું. તે દિવસે આ પ્રકારે કુલ ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ ઉપરાંત બે અન્ય બોમ્બ વિસ્ફોટોમાંથી એક કાતિફની શિયા મસ્જિદ નજીક અને બીજો મદિનામાં મસ્જિદ-એ-નબવીની બહાર થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે ફયાજ કાગજી?
ધ ઇન્ડીયન એક્સપ્રેસના આ રિપોર્ટ અનુસાર ફયાજ કાગજી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય હતો. આ રિપોર્ટમાં સૂત્રોના હવાથી એમપણ કહેવામાં આવ્યું છે કે એનઆઇએએ આતંકવાદી હુમલા સાથે જોડાયેલા કેસોની સુનાવણી કરી રહેલી દિલ્હીની સ્પેશિયલ કોર્ટને પણ માહિતગાર કરવામાં આવ્યા કે ફયાજ કાગજીનું મોત થઇ ગયું છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે પુણેમાં જર્મન બેકરી વિસ્ફોટ (2010) અને જેએમ રોડ (2012) વિસ્ફોટનો માસ્ટર માઇંડ અને ફાઇનેંસર ફયાજ કાગજી જ હતો.

ગુજરાત સ્થાપના દિન: દેશનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન જે અડધું મહારાષ્ટ્ર અને અડધું ગુજરાતમાં આવેલું છે 


સૂત્રોના જણાવ્યા અનુસાર 2006માં ઔરંગાબાદમાં જે અવૈધ હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો, તેમાં પણ તે વાંછિત હતો. આ કેસમાં 26/11 આતંકવાદી હુમલામાં કથિત રીતે હેંડલર જૈબુદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલ વિરૂદ્ધ પણ કેસ ચાલી રહ્યો છે. કાગજીનું નામ ઇંટરપોલની સાથે સીબીઆઇની વોટેંડ પણ સામેલ છે. 


2008ના મુંબઇ આતંકવાદી હુમલામાં 166ન લોકો મૃત્યું પામ્યા હતા. આ મામલે સીધો આરોપ કાગજી પર ન હતો પરંતુ તપાસ એજન્સીઓનું માનવું છે કે તેણે આ ઘટનાને અંજામ આપનાર 10 આતંકવાદીઓને હિંદી બોલતા શિખવાડ્યું. આ 10માંથી નવ આતંકવાદીઓ હુમલા દરમિયાન મોતને ભેટ્યા હતા. 


કેવી રીતે થઇ ઓળખ?
જેદ્દામાં થયેલા વિસ્ફોટ બાદ સાઉદી અરબે હુમલાવરની તસવીર જ્યારે જાહેર કરી ત્યારે તેનો ચહેરો કાગજી સાથે મળતો હોવાના કારણે મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઇએ દ્વારા તેની પુષ્ટિ માટે સંપર્ક કરવામાં આવ્યો. તે કડીમાં ગત વર્ષે ઓગસ્ટમાં કાગજીના ડીએનએ સેંપલ સાઉદી અરબ મોકલવામાં આવ્યા. ત્યાં ડીએનએ મળ્યા બાદ સાઉદી અરબએ પુષ્ટી કરી છે કે તે આત્મઘાતી હુમલાવર કાગજી જ હતો.

10 વર્ષના ટેણિયાએ એવું કર્યું કે બધાની બોલતી બંધ થઇ ગઇ, મળ્યો આ એવોર્ડ


તપાસ એજન્સીનું માનવું છે કે ફયાજ કાગજી 2006માં જુંદાલની સાથે બાંગ્લાદેશ થઇને પાકિસ્તાન ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે પોતાનો બેસ સાઉદી અરબમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો. ત્યાં તે ભારતીય નાગરિકોની લશ્કરમાં ભરતી કરાવવાનું કામ જોતો હતો. એક્સપ્રેસની આ રિપોર્ટ અનુસાર 2014માં તેનો વલણ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ તરફ થઇ ગયું હતું અને ત્યારબાદ તેણે જેદ્દામાં અમેરિકી કોંસુલેટ પર આતંકવાદી હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી.