Senior Citizen FD Interest Rate: ઘણાં લોકો વાતો કરતા હોય છેકે, ભાઈ પૈસો જ પૈસાને ખેંચે...પૈસા સિવાય કોઈ સગુ થતું નથી...છેલ્લે પૈસા જ કામ લાગશે...આ બધી વાતો આપણે રોજબરોજના જીવનમાં ઘર પરિવારમાં અને બહાર બધે સાંભળતા હોઈએ છીએ. ત્યારે સૌ કોઈ એવું વિચારતું હોય કે મહેનત કર્યા વિના હાર્ડ વર્કને બદલે સ્માર્ટ વર્ક કરીને વધારે પૈસા કમાઈ લઉં. એના માટે જેની પૈસે થોડા ઘણાં પણ પૈસા હોય તો એ રોકાણ કરતો હોય છે. તેથી જ બધાનો એક જ સવાલ હોય છેકે, કંઈ બેંક સૌથી વધારે વ્યાજ આપે છે. કંઈ બેંકમાં ફિક્સ ડિપોજિટ પર સૌથી વધારે વ્યાજ મળે છે? કઈ બેંકમાં પૈસા મુકવા સારા...જાણો વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરિષ્ઠ નાગરિકોને તેમની બચતનો એક ભાગ FDમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. એફડીમાં કરેલું રોકાણ સલામત છે અને તેનાથી નિયમિત આવક પણ મળે છે. આ પ્રકારની બચત તમારા ખરાબ સમયમાં કોઈપણ સમયે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. પરંતુ તમારે કેટલીક એફડીમાંથી થતી આવક પર વ્યાજ ચૂકવવું પડશે. જ્યારે કેટલાક વરિષ્ઠ નાગરિકો તેના દાયરામાં આવતા નથી. હાલમાં, કેટલીક બેંકો વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની FD પર 7.75 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. ચાલો જાણીએ સૌથી વધુ વ્યાજ આપતી બેંકો વિશે-


આ બેંકો આપે છે ફિક્સ ડિપોજિટ પર સૌથી વધારે વ્યાજઃ


1) BOB BAK:
બેંક ઓફ બરોડા ત્રણ વર્ષની FD પર 7.75 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં, તે વરિષ્ઠ નાગરિકોને સૌથી વધુ વ્યાજ આપે છે. જો તમે અત્યારે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તે ત્રણ વર્ષમાં વધીને 1.26 લાખ રૂપિયા થઈ જશે.


2) AXIS BANK:
એક્સિસ બેંક વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની FD પર 7.60 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. અત્યારે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી તમારી રકમ ત્રણ વર્ષમાં વધીને 1.25 લાખ રૂપિયા થઈ જશે.


3) HDFC BANK:
HDFC બેંક, ICICI બેંક અને પંજાબ નેશનલ બેંક ત્રણ વર્ષની FD પર 7.50 ટકાના વ્યાજ દરો ઓફર કરી રહી છે. જો તમે અહીં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો ત્રણ વર્ષમાં આ રકમ વધીને 1.25 લાખ રૂપિયા થઈ જશે.


4) CANARA BANK:
કેનેરા બેંક વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની FD પર 7.30 ટકા વ્યાજ આપી રહી છે. જો તમે આજે અહીં રોકાણ કરશો તો તમને એક વર્ષમાં 1.24 લાખ રૂપિયા મળશે.


5) SBI BANK:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.24 લાખ રૂપિયા થશે.