ઉબેરે 21 કિમીની મુસાફરી માટે મહિલા પેસેન્જર પાસેથી 1,500 રૂપિયા વસૂલ્યા, ફરિયાદ બાદ રિફંડ
ઓનલાઈન કેબ પ્રોવાઈડર કંપની ઉબેરે માત્ર 21 કિલોમીટરની મુસાફરી માટે મહિલા મુસાફર પાસેથી 1,500 રૂપિયાનું ભાડું વસૂલ્યું છે. દેશની રાજધાની નવી દિલ્હીથી આ ઘટના સામે આવી છે.
Uber Car Service: ઓનલાઈન કેબ પ્રોવાઈડર કંપની ઉબેરે માત્ર 21 કિલોમીટરની મુસાફરી માટે મહિલા મુસાફર પાસેથી 1,500 રૂપિયાનું ભાડું વસૂલ્યું છે. દેશની રાજધાની નવી દિલ્હીથી આ ઘટના સામે આવી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં નવી દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ચિત્તરંજન પાર્ક સુધી એક મહિલાએ ઉબેર કેબ બુક કરી. જેના કારણે મહિલા મુસાફરે વસુલવામાં આવેલા મોંઘા ભાડાનું આખું બિલ ચૂકવીને કંપનીને આ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ ઉબેરના પ્રતિનિધિએ મહિલા પેસેન્જરને જણાવ્યું કે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમમાં ખામી હોવાના કારણે મહિલા પેસેન્જરને વધુ ભાડું બતાવવામાં આવ્યું હતું. તપાસ પછી, તે પ્રકાશમાં આવ્યું કે ઉત્તર પ્રદેશ આંતરરાજ્ય ચાર્જ પણ ભાડામાં ઉમેરવામાં આવ્યો હતો.
જોકે, સવારી દરમિયાન કેબ ઉત્તર પ્રદેશની સરહદ પાર કરી ન હતી. આ ઉપરાંત બિલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેરો પણ બે વખત ઉમેરવામાં આવ્યો હતો. પાછળથી રિફંડ આપવામાં આવ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉબરના પ્રતિનિધિએ કહ્યું કે GPS ટ્રેકિંગમાં ખામીને કારણે મહિલા પેસેન્જરને ખોટું ભાડું બતાવવામાં આવ્યું હતું. જો કે, જ્યારે પણ આવા કિસ્સાઓ અથવા ફરિયાદો સામે આવે છે, ત્યારે તેના પર તાત્કાલિક રિફંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
ઉબેરે મહિલા પેસેન્જરના કિસ્સામાં પણ આવું જ પગલું ભર્યું હતું અને તેને તેના ઉબેર કેશ વોલેટમાં 900 રૂપિયાનું રિફંડ પણ મોકલવામાં આવ્યું હતું.