નવી દિલ્હી/ ચંડિગઢ: ફિરોઝપુરના હુસૈનીવાલા (Hussainiwala) ઇન્ડો-પાક બોર્ડર (Indo-Pak border) પર સીમા નજીક ગત રાત્રીએ ફરી એક ડ્રોન (Drone) જોવા મળ્યું હતું. લોકોને રાત્રે લગભગ 7.20 વાગ્યે આ ડ્રોન (Drone) દેખાયું હતું. પહેલા આ ડ્રોન હાજરાસિંહવાલા ગામમાં જોવા મળ્યું હતું અને તેના થોડા કલાકો પછી રાત્રે લગભગ 10.10 વાગ્યે ટેડીવાલા ગામમાં જોવા મળ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: NCPએ કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ- સુશીલ કુમાર શિંદે


ભારત પાક સીમા નજીકના આ ગામમાં લોકોને રાત્રીના સમયમાં તેમના ઘરની છત પર ફરી રહેલા આ ડ્રોનને જોયું અને તેનો મોબાઇલથી વીડિયો બનાવ્યો હતો. તેની જાણકારી તાત્કાલીક પોલીસ અને સુરક્ષાદળને કરી હતી.


આ પણ વાંચો:- SBIના ગ્રાહકો માટે શરૂ કરી વધુ એક સુવિધા, દરેક ખાતેદાર ઉઠાવી શકશે ફાયદો


આ એક રાત પહેલા પણ હુસૈનીવાલામાં બીએસએફે ડ્રોન ઉડતા જોયુ હતું. ભારત પાક બોર્ડની ટેક પોસ્ટ એચ કે ટાવરની પાસે પાકિસ્તાનની તરફ 5 વખત ડ્રોન ઉડતા જોવા મળ્યું હતું. આ ડ્રોન ફરી એકવાર ભારતીય બોર્ડરમાં પ્રવેશ્યું હતું. પાકિસ્તાનની તરફથી ઉડી રહેલા આ ડ્રોનને પ્રથમ વખત રાત્રે 10 વાગ્યાથી 10.40 સુધી જોવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે 12 વાગ્યેને 25 મીનિટ પર આ ડ્રોન બીજી વખત જોવા મળ્યું હતં.


આ પણ વાંચો:- ફ્રાન્સના રાફેલ કરતાં પણ ભારતનું રાફેલ વધુ ખતરનાક છે, જાણો કેવી રીતે?


આ પણ જાણવા મળી રહ્યું છે કે, આ ડ્રોન ભારતીય બોર્ડરમાં પ્રવેશ્યું હતું. જેની જાણકારી બીએસએફના જવાનોએ ટોચના અધિકારીઓને કરી હતી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...