શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસીની પાસે ઝડપાયેલા આતંકીએ મોટું કબૂલનામુ કર્યું છે. તબારક હુસૈન નામના આ આતંકીએ કબૂલ કર્યુ કે તેને પાકિસ્તાની સેનાના એક અધિકારીએ જવાનો પર હુમલો કરવા માટે મોકલ્યો હતો અને તે માટે 30 હજાર રૂપિયાની લાલચ આપી હતી. તેણે જણાવ્યું કે તે એકલો નહોતો પરંતુ તેની સાથે ચાર-પાંચ લોકો હતા અને તે  મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. આતંકીએ કહ્યું કે તેણે સેનાની પોસ્ટ પર ફિયાદીન હુમલાની તૈયારી કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત 21 ઓગસ્ટની છે જ્યારે નૌશેરા સેક્ટરના ઘુષણખોરી કરવાના પ્રયાસમાં આતંકી તબારક હુસૈન ઝડપાયો હતો. સુરક્ષાદળોની નજર તેના પર પડી તો તેને ગોળી મારી દેવામાં આવી. ઈજાગ્રસ્ત થયા બાદ તબારકને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. હોશમાં આવ્યા બાદ તેણે મોટી વાતો જણાવી છે. તબારકે કહ્યુ કે આઈએસઆઈના કર્નલ ચૌધરી યુસુફે તેને એલઓસી પર સેનાની પોસ્ટની રેકી કરવાનું કામ આપ્યું હતું. તેને આ કામ માટે 30 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ 21 ઓગસ્ટે તેને એક પોસ્ટ પર ફિયાદીન હુમલો કરવાનો હતો પરંતુ ઘુષણખોરી પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો. 


આતંકીએ જણાવ્યું કે તેને ચાર-પાંચ બંદૂકો પણ આપવામાં આવી હતી. તેણે જણાવ્યું કે ગોળી લાગ્યા બાદ તેણે પોતાના સાથીઓને મદદ માટે બોલાવ્યા હતા પરંતુ કોઈ આવ્યું નહીં. તેણે સ્પષ્ટ જણાવ્યું કે સૈનિકો પર ફિયાદીન હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ શું 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહાર જશે કોંગ્રેસની કમાન? આ મહિને પાર્ટીને મળશે નવા અધ્યક્ષ  


નોંધનીય છે કે તબારક હુસૈન અને તેનો ભાઈ પહેલા પણ ઘુષણખોરી કરી ચુક્યા છે અને સજા કાપી ચુક્યા છે. પહેલા પણ આઈએસઆઈએ તબારક હુસૈન અને તેના આઈ અલીને 2016માં એલઓપી પર આઈઈડી લગાવવા મોકલ્યા હતા. ત્યારે તબારક અને તેનો ભાઈ ઝડપાયા હતા. બાદમાં તબારકને પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યો હતો. 


લશ્કર સાથે જોડાયેલા છે તાર
તબારક હુસૈન આઈએસઆઈ માટે કામ કરે છે. આ સિવાય તે લશ્કર સાથે જોડાયેલ છે. તેને આઈએસઆઈએ ટ્રેનિંગ આપી છે અને તે પણ કહ્યું છે કે પડકાય જાય તો શું બોલવાનું છે. જાણવા મળ્યું છે કે તેને એલઓસી પર હીભીંબરમાં લશ્કરના કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube