નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 'પાકિસ્તાન'ની એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જ્યારે શાહીન બાગના પ્રદર્શનકારીઓની સાથે ઉભા રહેવાની જાહેરાત કરી તો તેમના જૂના સાથે અને હવે ભાજપની ટિકિટ મેળવી ચુકેલા કપિલ મિશ્રાએ આ મુદ્દા પર પાકિસ્તાનને સામેલ કરી લીધું છે. તેમણે દિલ્હી ચૂંટણીને 'હિન્દુસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન' ગણાવતા કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ મતદાનના દિવસે મહામુકાબલો થશે. 


કાશ્મીર પર ટ્રંપના નિવેદન પર ભારતનો જવાબ, અહીંયા ત્રીજા પક્ષને લઇને કોઇ સ્થાન નથી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશ્રાએ સિસોદિયાના નિવેદન પર ટ્વીટ કર્યું, 'આપ અને કોંગ્રેસે શાહીન બાગ જેવા મિની પાકિસ્તાન ઉભા કર્યાં છે. જવાબમાં 8 ફેબ્રુઆરીએ હિન્દુસ્તાન ઉભુ થશે. જ્યારે-જ્યારે દેશદ્રોહી ભારતમાં પાકિસ્તાન ઉભુ કરશે, ત્યારે-ત્યારે દેશભક્તોનું હિન્દુસ્તાન ઉભુ થશે.' હકીકતમાં, સિસોદિયાએ શાહીન બાગના પ્રદર્શનકારીઓ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. જવાબમાં કપિલ મિશ્રાએ આ પ્રદર્શનને પાકિસ્તાની વિરોધીઓનો દિલ્હી પર કબજો જણાવ્યો છે. મિશ્રાએ પોતાના આ નિવેદનથી જોડાયેલી ઘણી ન્યૂઝ ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...