Women Ladaai Ka Video: હાલમાં જ બેંગ્લુરુમાં એક રિટેલ આઉટલેટ પર આયોજિત એક સાડી સેલ ઈવેન્ટ દરમિયાન બે મહિલાઓમાં ભયંકર ઝઘડો થયો. બંને મહિલાઓની આ બાથંબાથી કેમેરામાં કેદ થઈ ગઈ અને પછી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. એક કપડાંના વેપારીએ પોતાના વાર્ષિક ડિસ્કાઉન્ટ સેલ લગાવ્યું તે દરમિયાન આ ઘટના ઘટી. વેપારી પોતાના સ્ટોર પર પ્રસિદ્ધ મલ્લેશ્વરમ રેશમ સાડીઓનો સ્ટોક ઓછા ભાવે ડિસ્કાઉન્ટ સાથે વેચી રહ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓનું ટોળું સ્ટોરમાંથી સાડીઓની ખરીદી કરતું જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાડી ખરીદતી વખતે થયો ભયંકર ઝઘડો
મહિલાઓ આ સ્ટોરમાં સિલ્કની સાડીઓ લેવા માટે પહોંચી હતી. આ બધા વચ્ચે બે મહિલાઓ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. બંને પોતે પસંદ કરેલી સાડી છોડવા માટે તૈયાર નહતી. આજુબાજુના લોકો તેમને લડતા જોઈને દંગ રહી જાય છે. પહેલા તો બંને મહિલાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી શરૂ  થઈ અને પછી તે હાથાપાઈમાં ફેરવાઈ ગઈ. બંને મહિલાઓ ખુબ ગુસ્સામાં જોવા મળી રહી હતી. એકબીજાની પીટાઈ કરવા લાગી. પહેલી મહિલાએ બીજી મહિલાના વાળ ખેંચ્યા તો બીજી મહિલાએ તરત તેના વાળ પકડી લીધા. લડાઈ એટલી વધી ગઈ કે કંટ્રોલ કરવો ભારે પડી ગયો. ટ્વિટર યૂઝર આર વૈદ્ય દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં સાડીની ખરીદી કરતી વખતે બે મહિલાઓ ગુસ્સામાં બોલાચાલી કરતી જોવા મળી રહી છે. 


શું હવન ખરેખર બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરે છે? રિપોર્ટના તારણો જાણીને દંગ રહી જશો


હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સુશોભિત પરિસર


2024 સુધી મહાવિકાસ આઘાડી રહેશે કે નહીં, કહીં ના શકાય: શરદ પવાર


વીડિયો જોયા બાદ લોકોની પ્રતિક્રિયા
સુરક્ષા ગાર્ડ દ્વારા તેમને અલગ કરવાની પૂરી કોશિશ છતાં મહિલાઓએ એકબીજાને મારવાનું ચાલુ રાખ્યું. ઘટના સમયે દુકાનમાં ખુબ ભીડ હતી. આ ઘટનાના વીડિયોને ટ્વિટર પર એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. જેને 1000થી વધુ લાઈક્સ મળ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ આ ઘટના અંગે પોતાના પ્રતિભાવ પણ આપ્યા. એક યૂઝરે લખ્યું કે 'મને આ જોવામાં મજા પડી. જે સાડી ખરીદી રહ્યા હતા તેઓ અચાનક ઝઘડો જોવામાં રસ લેવા લાગ્યા કે શું થઈ રહ્યું છે.' એક અન્ય યૂઝરે લખ્યું કે 'દેખાડે છે કે તેમની સાડીઓની કેટલી માંગ છે. આ વીડિયોને એક જાહેરાત તરીકે દેખાડી શકાય છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube