રાજસ્થાન: સિરોહીમાં મિગ-27 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ટુકડે ટુકડા થઈ ગયું, પાઈલટ સુરક્ષિત
રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજથી મોટા સમાચાર આવ્યાં છે. અહીં ભારતીય વાયુસેનાનું મિગ 27 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે.
જયપુર: રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજથી મોટા સમાચાર આવ્યાં છે. અહીં ભારતીય વાયુસેનાનું મિગ 27 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે. સિરોહીના ગોડાણા ગામના બાંધ વિસ્તારમાં ફાઈટર પ્લેન ક્રેશ થઈને નીચે પડ્યું. કહેવાય છે કે જિલ્લાના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
72000 રૂપિયા આપવાના વાયદા બાદ કોંગ્રેસ કરી શકે છે વધુ એક મોટી ચૂંટણીલક્ષી જાહેરાત
એએનઆઈની ટ્વિટ મુજબ રવિવારે સવારે મિગ 27 યુપીજી એરક્રાફ્ટ જોધપુરથી પોતાની રૂટીન ઉડાણ દરમિયાન ક્રેશ થયું. વિમાનના ક્રેશ થવાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. મળેલી માહિતી મુજબ વિમાનના અવશેષ દુર્ઘટના સ્થળે વિખરાયેલા પડ્યા છે. ફાઈટર પ્લેનનો પાઈલટ સુરક્ષિત બચી ગયો છે. જેની પુષ્ટિ રાજસ્થાન પોલીસના આઈજીએ કરી છે.
અત્રે જણાવવાનું કે રવિવારે આ ફાઈટર પ્લેન 11.45 કલ્કે ઉતરલાઈ એરફોર્સ બેઝથી ઉડ્યું હતું. ત્યારબાદ એન્જિનમાં ટેક્નિકલ ખામી આવતા જોધપુરથી 120 કિમી દક્ષિણમાં ક્રેશ થયું. પ્રાથમિક તપાસમાં કહેવાય છે કે અત્યાર સુધી જાનમાલનું કોઈ નુકસાન થયું હોય તેવા અહેવાલ નથી. અકસ્માતની તપાસ બાદ દુર્ઘટના અંગે સત્ય હકીકત સામે આવશે.
જુઓ LIVE TV