કોચ્ચિ: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત  (Bipin Rawat) ની શહાદત પર હસનારાઓથી એક ફિલ્મ નિર્માતા (Filmmaker) એટલો દુઃખી થયા છે કે તેમણે ઈસ્લામ છોડવાનો (Leave Islam) નિર્ણય લીધો છે. ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે હવે તે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમેકરનું નામ અલી અકબર (Ali Akbar) છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસ્લામ છોડી હિન્દૂ બનશે અલી અકબર
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, ફિલ્મમેકર અલી અકબર (Ali Akbar) અને તેમની પત્ની લૂસીઅમ્મા (Lucyamma)એ નિર્ણય કર્યો છે કે તે ઈસ્લામ છોડી દેશે અને આગામી સમયમાં હિન્દુ ધર્મનું પાલન કરશે.. તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા અલી અકબર કેરળના રહેવાસી છે.


મુસ્લિમોની આ વાતથી નારાજ છે અલી અકબર
અલી અકબર એ જણાવ્યું હતું કે સીડીએસ જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat)ના નિધનના અહેવાલ જ્યારે સોશિયલ મીડિયા પર આવ્યા ત્યારે તે પોસ્ટ પર ઘણા મુસ્લિમોએ હસતા ઈમોજી રિએક્ટ કર્યું હતું. તેનો સ્પષ્ટ મતલબ છે કે તેમને સીડીએસના નિધનની ખુશી છે. ઘણા મુસ્લિમોએ સીડીએસના નિધનના અહેવાલ પર આપત્તિજનક કોમેન્ટ પણ કરી હતી. આજ કારણે અલી અકબર દુખી થયા અને તેમણે જણાવ્યું કે હું અને અને મારી પત્ની હિન્દુ ધર્મ અપનાવવા જઈ રહ્યા છીએ.


CDS રાવતના નિધન પર PM મોદીએ કહ્યું- ભારત દુ:ખમાં છે, પરંતુ દરેક પડકારનો સામનો કરશે


મુસ્લિમ ધર્મગુરુઓથી નારાજ છે અલી અકબર
ફિલ્મ નિર્માતા અલી અકબરે જણાવ્યું હતું કે, મુસ્લિમોની આ હરકતને તેમના ધર્મગુરુઓએ પણ વિરોધ કર્યો નહોતો, આ વાતથી તેઓ નારાજ છે. આવું કૃત્ય કરીને દેશના વીરોનું અપમાન કરવામાં આવ્યું છે. દેશના સપૂતોનું અપમાન સહેજ પણ સાંખી લેવાય નહીં. હવે ઈસ્લામ ધર્મમાં મને વિશ્વાસ નથી.


આજથી હું મુસલમાન નથી: અલી અકબર
અલી અકબરએ જણાવ્યું હતું કે આજથી હું મુસલમાન નથી. હું ભારતીય છું. આ મારો તે લોકોને જવાબ છે જેમણે ભારત વિરુદ્ધ હજારોની સંખ્યામાં હસતા ઈમોજી પોસ્ટ કર્યા છે. આ લોકોની ઓળખ થવી જોઈએ, જે સીડીએસ જનરલ બિપિન રાવતના નિધન પર હસી રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.


કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન સામે કેટલું રક્ષણ કરશે? નવા અભ્યાસમાં મોટો ખુલાસો


ફિલ્મ નિર્માતા અલી અકબરે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર ઘણા એન્ટી નેશનલ એક્ટિવિટી થતી રહે છે. સીડીએસ જનરલ બિપિન રાવતના નિધનના અહેવાલ પર હસતા ઈમોજી પોસ્ટ કરવાની ઘટના પણ તેમાંની એક છે. જે લોકોએ આ ઈમોજી પોસ્ટ કરી તેમાંથી સૌથી વધુ લોકો મુસ્લિમ છે.


અત્રે નોંધનીય છે કે ગત 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય સૈન્ય અધિકારીઓના નિધન થયા હતા. હોલીકોપ્ટરમાં સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. તમિલનાડુના કુન્નુર પાસે આ દુર્ઘટના બની હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube