નાણામંત્રી: સરકારની મોટી જાહેરાત, વિલય બાદ માત્ર 12 સરકારી બેંકો જ રહેશે
ભારતીય ઇકોનોમીની સુસ્તીને દુર કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ એકવાર ફરીથી મીડિયા સાથે ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી સરકાર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે બેંકિંગ સેક્ટરના મુદ્દે કહ્યું કે, લોકોનાં હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી : ભારતીય ઇકોનોમીની સુસ્તીને દુર કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ એકવાર ફરીથી મીડિયા સાથે ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી સરકાર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે બેંકિંગ સેક્ટરના મુદ્દે કહ્યું કે, લોકોનાં હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
- નિર્મલા સીતારમણે પંજાબ નેશનલ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકના વિલયની જાહેરાત કરી. આ વિલય બાદ પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે.
- નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 18માંથી 14 બેંકો પ્રોફીટમાં છે.
- નિર્મલા સીતારમણે કહ્યું કે, હાઉસિંગ ફાઇનાન્સને 3300 કરોડ રૂપિયાનો સપોર્ટ સરકાર આપશે.
- તેમણે આગળ જણાવ્યું કે, અત્યાર સુધી 3 લાખથી વધારે શેલ કંપનીઓ બંધ થઇ ચુકી છે.
- નીરવ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાગેડુની સંપત્તી દ્વારા રિકવરી ચાલી રહી છે.
- આ અગાઉ આખો દિવસ દબાવનો કારોબાર કરનારા ભારતીય શેર બજારને નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સનાં સમાચારથી બુસ્ટ મળ્યું.
બેંકિંગ સેક્ટરમાં મર્જરનો દોર
નિર્મલા સીતારમણે પંજાબ નેશનલ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકના વિલયની જાહેરાત કરી. આ વિલય બાદ પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે. આ ઉપરાંત નિર્મલા સીતારમણે કેનેરા બેંક અને સિંડિકેટ બેંકના વિલયની પણ જાહેરાત કરી. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા, આંધ્રાબેંક અને કોર્પોરેશન બેંકનું પણ વિલય થશે. આ ઉપરાંત ઇન્ડિયાન બેંકમાં અલ્હાબાદ બેંકનું વિલયની જાહેરાત કરવામાં આવી. આ વિલય બાદ દેશને 7મી મોટી પીએસયુ બેંકને મળશે. નાણામંત્રીની જાહેરાત બાદ હવે દેશમાં 12 PSBs બેંક રહી જશે. આ અગાઉ વર્ષ 2017માં પબ્લિક સેક્ટરની 27 બેંકો હતી.
આ બેંકોનો વિલય થશે
વિલય 1
પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ તથા યૂનાઇટેડ બેંક ઓપ ઇન્ડિયા (બીજો સૌથી મોટો બેંકનો કારોબાર 17.95 લાખ કરોડ રૂપિયા)
વિલય 2
કેનાર બેંક અને સિંડિકેટ બેંક (ચોથી સૌથી મોટી બેંક, કારોબાર 15.20 લાખ કરોડ રૂપિયા)
વિલય 3
યૂનિયન બેંક, આંધ્ર બેંક તથા કોર્પોરેશન બેંક (પાંચમી સૌથી મોટી બેંક, કારોબાર 14.6 લાખ કરોડ રૂપિયા)
વિલય 4
ઇન્ડિયન બેંક, અલ્હાબાદ બેંક (સાતમી સૌથી મોટી બેંક, કારોબાર 08.07 લાખ કરોડ રૂપિયા)
નિર્મલા સિતારમણે કહ્યું કે, ઇન્ડિયન બેંક, અલ્હાબાદ બેંકનો વિલય કરવામાં આવશે. જેનાથી સાતમી સૌથી મોટી સરકારી બેંક બનશે. જેનો કારોબાર 08.08 લાખ કરોડ રૂપિયાની હશે. સુધારાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ભારતને પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે રોડમેપ તૈયાર છે. તેમણે કહ્યું કે, સરકારે એનબીએફસીને સમર્થન માટે અનેક ઉપાય કર્યા છે. સરકારનું ફોકસ બેંકિંગ સેક્ટરને મજબુત કરવા પર છે. તેમણે કહ્યું કે, 8 સરકારી બેંકોએ રેપોરેટ લિંક્ડ લોન લોન્ચ કર્યું છે. દેવું વહેંચવામાં સુધારો કરવો સરકારની પ્રાથમિકતા છે. બેંકોના ગ્રોસ એનપીએમાં ઘટાડો થયો છે અને તેની સંપત્તીઓની ગુણવત્તામાં સુધારો આવ્યો છે.
નાણામંત્રીએ કહ્યું કે, રેકોર્ડ લોન રિકવર થઇ છે. તેમણે કહ્યું કે, 18 સરકારી બેંકોમાંથી 14 નફો રળી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે, આ તમામ વિલય બાદ સરકારી બેંકોની સંખ્યા 27થી ઘટીને 12 રહી જશે. તેમણે કહ્યું કે, 9.3 લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર કરનારી બેંક ઓફ ઇન્ડિયા તથા 4.68 લાખ કરોડ રૂપિયાનાં કારોબાર કરતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પહેલાની જેમ જ કામ કરતી રહેશે. નાણામંત્રીએ કહ્યું કે, સરકારી બેંકો ચીફ રિસ્ટ ઓફીસરની નિયુક્તિ કરશે.