નવી દિલ્હી: નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સવારે 11 કલાકે મોદી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજુ કરશે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે મોદી સરકારના આ બજેટમાં ખેડૂતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવી શકે છે. સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ પણ શરૂ કરી શકે છે. એક દિવસ અગાઉ એટલે કે ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કરાયું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણને ઉપલા ગૃહ રાજ્યસભામાં રજુ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણમાં વર્ષ 2019-20 માટે વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર સાત ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે તૈયાર કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મોદી સરકારને 2014 કરતા પણ આ વખતે પ્રચંડ બહુમત મળ્યો છે. આથી જનતાથી લઈને દરેક સેક્ટરના લોકોને સરકાર પાસેથી ખુબ આશાઓ છે. ટેક્સપેયર્સ વધુ છૂટની માગણી કરી રહ્યાં છે જ્યારે ઉદ્યોગપતિઓ કોર્પોરેટ ટેક્સમાં કાપની માગણી કરે છે. અનેક સેક્ટરો એવા છે કે જ્યાં GSTના દર ઘટાડવાની માગણી ઉઠી  છે. કોને શું મળશે તે તો આજે ખબર પડશે. 


આ ટીમે તૈયાર કર્યું બજેટ
બજેટને તૈયાર કરવામાં મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ, નાણા અને આર્થિક સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ, મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડે, એક્સપેન્ડેચર સચિવ જીસી મુર્મૂ, નાણાકીય સેવાઓ વિભાગના સચિવ રાજીવ કુમાર, DIPAM સચિવ અતાનુ ચક્રવર્તી, નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સન્યાલ જેવા લોકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...